બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ac power saving tips to reduce electricity bill during summers air conditioner

કામની વાત / AC ધમધમાટ વાપરો! આ 5 ટિપ્સ બિલને કરી દેશે ઓછું, તમારા હાથમાં છે પૈસાની બચત

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:55 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lifestyle tips: ACમાં ફિલ્ટર હોય છે જે ધૂળથી બચાવે છે. જો આ ફિલ્ટર ગંદુ થઈ જાય તો ACને ઠંડી હવા ઉત્પન્ન કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વધુ વીજળીનો ખર્ચ થાય છે

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને સમગ્ર દેશમાં ઉનાળાની ઋતુ જોરદાર શરૂ થઈ છે. એસી એ ગરમીથી બચવાનો અસરકારક ઉપાય છે. પરંતુ જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ વીજળીનું બિલ પણ વધે છે. તો ચાલો આપને અમે કહીએ કે તમે ACનો ઉપયોગ કરીને પણ વીજળીનું બિલ કેવી રીતે બચાવી શકો છો તો? 

ACનું તાપમાન 20-24 ડિગ્રીની વચ્ચે રાખવું 

ઘણા લોકો એવું વિચારે છે કે સૌથી ઓછા તાપમાને AC ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જશે પરંતુ તે તમારા ખિસ્સા પર માટી અસર કરી શકે છે. બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સીનું કહેવું છે કે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શ્રેષ્ઠ છે. જો તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થાય છે તો વીજળીનું બિલ 6% વધી જાય છે. તેથી ACનું તાપમાન 20-24 ડિગ્રીની વચ્ચે રાખવું જોઈએ. જેનાથી રૂમ ઠંડો રહેશે અને વીજળીનું બિલ પણ ઘટશે.

Tag | VTV Gujarati

AC સર્વિસ કરાવવું

ACમાં ફિલ્ટર હોય છે જે ધૂળથી બચાવે છે. જો આ ફિલ્ટર ગંદુ થઈ જાય તો ACને ઠંડી હવા ઉત્પન્ન કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વધુ વીજળીનો ખર્ચ થાય છે. જેથી દર મહિને ફિલ્ટરને સાફ કરો અને વર્ષમાં ઓછામાં ઓછા 1-2 વખત ACની સર્વિસ કરાવો. આ રીતે પણ તમારા પૈસા બચશે. 

air conditioner | VTV Gujarati

રૂમના બારી દરવાજા બંધ રાખવા

ACનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે રૂમમાંથી ઠંડી હવા બહાર ન જાય. આ માટે રૂમના દરવાજા અને બારીઓ બંધ રાખો. તમે દરવાજા પર ક્લોઝર ઇન્સ્ટોલ પણ મેળવી શકો છો જે એકવાર ખુલે ત્યારે તે આપમેળે બંધ થઈ જાય છે. જેની મદદથી તમે એકવાર AC ચલાવો તો તેને બંધ કરી શકો છો જેથી તમારો રૂમ લાંબા સમય સુધી ઠંડુ રહેશે. જેનાથી તમારે સતત એસી ચલાવવાની જરૂર નહીં પડે અને તમારું વીજળીનું બિલ પણ બચશે. 

પંખોના ઉપયોગ કરવો

ખંખો એ એક આપણો સસ્તો સાથી છે. પંખો રૂમમાં હવાનું પરિભ્રમણ વધારે છે જેના કારણે ઠંડી હવા બધી જગ્યા ફેલાઈ જાય છે. રૂમ ઠંડો થઈ જાય પછી તમે AC ચાલુ કરી શકો છો અને પછી પંખો ચાલુ કરી શકો છો. જેના કારણે એસીને ઓછી મહેનત કરવી પડે છે અને વીજળીની બચત થાય છે.

વાંચવા જેવું: WhatsApp માં આવ્યું જબરદસ્ત ફિચર, કોઈ તમારું લોકેશન ટ્રેક નહીં કરી શકે

AC ટાઈમરનો ઉપયોગ કરવો

વીજળીનું બિલ બચાવવા માટે તમે રાત્રે સૂતી વખતે ACને ટાઈમર પર સેટ કરી શકો છો, જેથી 1-2 કલાક પછી AC આપોઆપ બંધ થઈ જશે. જેના કારણે આખી રાત એસી નહીં ચાલે અને વીજળીની બચત થશે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન સતત AC ન ચલાવો, તેના બદલે ટાઈમર સેટ કરો જેનાથી તે બંધ થઈ જશે.

ખરેખર જાણવા જેવું... બાલ્કની કે છત? આખરે કઇ જગ્યાએ ACનું કોમ્પ્રેસર રાખવાથી  ઘરમાં કુલિંગ વધારે થશે | ac outdoor unit location best to place air  conditioner compressor roof or ...

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AC Tips AC સર્વિસ lifestyle news lifestyle tips વીજળી બીલ ઘટાડો Lifestyle news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ