બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / abhinav shukla told the situation of shehnaaz gill after sidharth shukla death
ADVERTISEMENT
સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલની તસવીરો સામે આવી હતી. તે પછી બધાં તેના માટે ચિંતિત છે. શહનાઝની હાલત જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. સિડનાઝના ચાહકો સતત શહનાઝ ગિલ માટે ચિંતિત છે. તેઓ જાણવા માંગે છે કે શહનાઝની હાલત હવે કેવી છે? શું તે હવે કોઈની સાથે વાત કરી રહી છે અથવા તે હજુ પણ માત્ર સિદ્ધાર્થને જ યાદ કરી રહી છે. આ દરમિયાન અભિનેતા અભિનવ શુક્લા અને રૂબીના દિલૈકે શહેનાઝની હાલની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્પોટબોય સાથે વાત કરતા અભિનવ શુક્લાએ ખુલાસો કર્યો કે તે અને તેની પત્ની રૂબીના શહેનાઝની માતાને મળ્યા હતા. તેણે જણાવ્યું કે, શહનાઝ હવે ધીરે ધીરે ઠીક થઈ રહી છે. તેણે કહ્યું, હું તેના માટે પ્રાર્થના કરું છું. હું ઈચ્છું છું કે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના પરિવારને શક્તિ મળે. હું અને રૂબીના તેની માતાને મળ્યા અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેના દુખને શાંત કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અભિનવ શુક્લા અને સિદ્ધાર્થ શુક્લાએ 2004માં ગ્લેડરેગ્સ મેનહન્ટ અને મેગામોડેલ કોન્ટેસ્ટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે આગળ જણાવ્યું કે અમે સાથે મળીને અમારી કારકિર્દીની શરૂઆત કરી, એક શો બાબુલ કા આંગનમાં કામ કર્યું. અમારી પાસે હમેશા એક વિચિત્ર અને અસામાન્ય હ્યૂમર હતું. તે એક હોંશિયાર વ્યક્તિ હતો. અમને બંનેને બાઇકનો શોખ હતો. તેનું અવસાન અકાળે થયું છે અને આપણે બધાં દિલથી દુખી છીએ. મારી પ્રાર્થના પરિવાર સાથે છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ શહનાઝ ગિલે ખાવા -પીવાનું બંધ કરી દીધું છે. તે કોઈની સાથે વાત પણ કરતી નથી. તમને જણાવી દઈએ કે શહનાઝના ભાઈ શાહબાઝની પોસ્ટ પર પણ લોકો શહનાઝની હાલત વિશે પૂછી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે તેનું સ્વાસ્થ્ય કેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.