બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Ab ki bar, naiya par? 182 targets! See what BJP has made a master plan to win the Gujarat Assembly battle
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની આગામી 2022ની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સક્રિય દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા કમરકસી છે.
ત્યારે ભાજપ દ્વારા યુવા મિત્ર અભિયાન અતર્ગત યુથ ચલા બુથ હેઠળ યુવાનોને જોડવાનું અભિયાન હાથ ધરાયું છે..જેમાં નવા મતદારો નોંધાયા હોય તેવા મતદારોને યુવા મિત્ર અભિયાન અતર્ગત જોડવામાં આવી રહ્યા છે. ત્યારે શું છે, ભાજપનું યુવા મતદારોને જોડવા માટેનું ગણિત અને 2022માં આ અભિયાન કેટલું અસરકારક બનશે.
ADVERTISEMENT
182 બેઠકો બેઠકો માટે ભાજપે કસી કમર
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ઈલેક્શન કમિશનમાં નવેમ્બર મહિના સુધી કુલ 8 લાખ 20 હજાર નવા મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. આ બેઠકો પ્રમાણે નવા મતદારોનું ગણિત જોઈએ તો દરેક બેઠકોમાં એવરેજ 20 હજાર જેટલા નવા યુવા મતદારો નોંધાયા છે. આથી આ યુવાનોને રીઝવવા અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે ભાજપ સક્રિય થયું છે.
ADVERTISEMENT
ત્રણ તબક્કામાં અભિયાન
ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં વિસ્તારક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 3 હજાર 600 વિસ્તારકોએ ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ શરૂ કર્યો છે. જેમાં 1800 યુવાનો પ્રવાસી વિસ્તારક તરીકે અને 1800 યુવાનો સ્થાનિક વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
'મિસ કોલ'થી યુવા જોડો
આ યોજના અંતર્ગત 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માત્ર એક મિસ કોલ દ્વારા યુવાનોને જોડવામાં આવી રહ્યા છે. ભાજપના ત્રણ તબક્કામાં શરૂ કરાયેલા વિસ્તારક અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લાખો યુવાનો મિસ કોલ કરીને તેમજ ફોર્મ ભરીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા આ યુવાનોને ભાજપ દ્વારા યુવા મિત્ર કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે. સાથે જ તેમનો પેજ સિમિતિ અને વન બુથ વન 20 યુથમાં પણ સમાવેશ કરાશે અને ચૂંટણીને લગતી તમામ કામગીરી સોંપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.