બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / AB de Villiers apologizes to Virat Kohli's family, requests fans to respect the privacy

ક્રિકેટ / AB ડિવિલિયર્સે વિરાટ કોહલીના પરિવારથી માંગી માફી: યુટ્યુબના શૉમાં કર્યો હતો બફાટ

Megha

Last Updated: 11:06 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એબી ડી વિલિયર્સ દાવો કર્યો હતો કે અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને કારણે કોહલી પ્રથમ બે ટેસ્ટ રમી શક્યો ન હતો. આ મુદ્દા પર એબી ડીએ ફરી માફી માંગતા કહ્યું કે, 'હું કોહલી પરિવારની માફી માંગુ છું.'

  • એબી ડીવિલિયર્સ કહ્યું કે કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. 
  • ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થયા એબી ડીએ ફરી માફી માંગી. 
  • મેં બફાટ કરીને ભૂલ કરી હતી અને તેના માટે હું કોહલી પરિવારની માફી માંગુ છું. 

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડીવિલિયર્સની ભારતમાં મજબૂત ફોલોઈંગ છે અને આ બનવામાં આઈપીએલે મોટી ભૂમિકા ભજવી છે. એબી વર્ષોથી આ લીગ રમ્યો હતો અને તેના ઘણા સમય માટે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક ભાગ હતો. આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલી સાથેની તેની મિત્રતાની પણ ખૂબ ચર્ચા છે. 

એબી ડી વિલિયર્સ હાલમાં જ દાવો કર્યો હતો કે અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને કારણે કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ રમી શક્યો ન હતો.જોકે બાદમાં તેણે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું. અને આ પછી તેણે ફરી એકવાર આ મુદ્દા પર વાત કરી છે અને કોહલી પરિવારની માફી માંગી છે.

જાણીતું છે કે કોહલી બાકીની ત્રણ ટેસ્ટ માટે પણ ભારતીય ટીમનો ભાગ નથી. ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઈએ આ વિશે કહ્યું, 'વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની સીરિઝ માટે ઉપલબ્ધ નથી. બોર્ડ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.' એવામાં બાકીની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ ડી વિલિયર્સે માફી માંગી હતી. 

એમને કહ્યું કે, 'મારો મિત્ર વિરાટ કોહલી હજુ પણ આગમી મેચો માટે ઉપલબ્ધ નથી. હું દરેકને અપીલ કરું છું કે દરેક લોકો એમની પ્રાઈવસીની કદર કરે, ફેમિલી પહેલા આવે છે. શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી. હું દરેકને આનું સન્માન કરવા કહું છું. મેં મારા છેલ્લા શોમાં ભૂલ કરી હતી અને તેના માટે હું કોહલી પરિવારની માફી માંગુ છું. તે યોગ્ય ન હતું. મેં એવી માહિતી શેર કરી છે જેની બિલકુલ પુષ્ટિ થઈ નહતી. હું દરેકને કોહલી અને તેના પરિવારના પ્રાઇવેટ સમયનું સન્માન કરવા વિનંતી કરું છું. આશા છે કે આપણે વિરાટને ખુશ અને રન બનાવતા જોઈશું. જેમ તે હંમેશા કરે છે.' 

જણાવી દઈએ કે કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે બાદ ઘણી વાતો ચાલી રહી હતી. આ વચ્ચે વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે કોહલીની પત્ની અનુષ્કા પ્રેગ્નન્ટ છે અને વિરાટ પરિવાર સાથે થોડો સમય વિતાવી રહ્યો છે. જો કે હવે આ નિવેદનને પાછું ખેંચવાની સાથે એમને કોહલીની માફી પણ માંગી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ