બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / AAPs road show Vadodara Black banners were hoisted in protest

વિરોધ / VIDEO : વડોદરામાં ડખ્ખે ચડ્યો AAPનો રોડ-શો: કાળા વાવટા ફરકાવી કરાયો વિરોધ, લાગ્યા મોદી...મોદીના નારા

Kishor

Last Updated: 10:41 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલના રોડ-શો દરમિયાન વડોદરામાં વિરોધી માહોલ જોવા મળ્યો હતો. આ તકે કયાંક કાળા વાવટા ફરક્યાં તો રોડ શો માં ક્યાંય મોદી...મોદી... ના નારા પણ લાગ્યા હતા.

  • વડોદરામાં કેજરીવાલનો રોડશો
  • પોસ્ટર વોર પર કર્યા પ્રહાર
  • પોસ્ટર ફડાયા, અટકાયતો થઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે તેમ છે. ત્યારે દરેક રાજકીય પક્ષોના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની ગુજરાત મુલાકાતો, રોડ શો અને સભાઑમોટા પાયે ઉછાળો આવી રહ્યો છે. જેના ભાગરુપે આજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં રોડ શો યોજ્યો હતો.   

 
કેજરીવાલે પોસ્ટર વોર પર કર્યો વળતો પ્રહાર
આજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરામાં રોડ શો યોજ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ન્યાય મંદિર શહીદ ભગતસિંહ ચોકથી પોલા ગ્રાઉન્ડ પાસે કિર્તિ સ્તંભ સુધી તિરંગા યાત્રામાં હાજરી આપી હતી.જેમાં કેજરીવાલે પોતાના અંદાજમાં પોસ્ટર વોર પર વળતો પ્રહાર કર્યો હતો. 

રોડ શો માં મોદી...મોદી... ના નારા પણ લાગ્યા  
રોડ શો પહેલા વડોદરાના એરપોર્ટ બહાર રોડ પર કેજરીવાલ ગો બેકનું લખાણ લખવામાં આવ્યું હતું. તો આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ વિરોધી પોસ્ટરો ફાડી નાખ્યા હતા.વધુમાં વડોદરામાં કેજરીવાલના રોડ-શોમાં કાળા વાવટા ફરક્યાં હતા. તો કયાક  રોડ શો માં મોદી...મોદી... ના નારા પણ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ અરવિંદ કેજરીવાલના પોસ્ટર અને બેનર હટાવવા મુદ્દે આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સજાર્યું હતું.​એક તબક્કે વડોદરામાં ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન પોલીસને ભાજપ યુવા મોરચાના કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી. આમ કેજરીવાલની યાત્રાને લઈને વડોદરા માટે આજના દિવસે ગરમ માહોલ રહ્યો હતો. ત્યારે આગમી દિવસોમાં પ્રચારની રાજનીતિ કેવી ગરમી પકડે છે તે જોવું રહ્યું! 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ