બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan will make a re-entry in Bollywood know in which film he will play the lead role

મનોરંજન / દમદાર એક્ટિંગ સાથે આમિર ખાન બોલિવુડમાં મારશે રિએન્ટ્રી, જાણો કઇ ફિલ્મમાં કરશે લીડ રોલ

Megha

Last Updated: 04:08 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિરે ખાને કહ્યું કે, "મુખ્ય અભિનેતા તરીકે મારી આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ 2024માં રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

2022માં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ખૂબ જ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ પછી તેણે બ્રેક લેવાનું નક્કી કર્યું અને હવે જનતા જાણવા માંગે છે કે આમિર ફરી ક્યારે મોટા પડદા પર જોવા મળશે? જ્યારે આમિરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે સિતારે જમીન પર વિશે અપડેટ આપ્યું. સાથે જ આગામી 8 થી 10 વર્ષમાં તેઓ શું કરવા જઈ રહ્યા છે તેની પણ વાત કરી હતી. 

લાંબા વિરામ બાદ બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારીમાં આમિર ખાન, આ ફિલ્મમાં કરશે  લીડ રોલ, જાણો રીલીઝ ડેટ | aamir khan ready to solid comeback after flop of  lal singh chaddha

આમિરે તેના આગામી પ્રોજેક્ટ વિશે કહ્યું, "મુખ્ય અભિનેતા તરીકે મારી આગામી ફિલ્મ 'સિતારે જમીન પર' હશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમે તેને આ વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ 2024માં રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને એ ફિલ્મ બહુ ગમે છે. તેની વાર્તા ઘણી સારી છે. તો એક વાત એ અને તે સિવાય તમે મને તે પહેલા પણ જોઈ શકશો. ફિલ્મોમાં નહીં પણ હું બીજી બે-ત્રણ વસ્તુઓ કરી રહ્યો છું.'

આમીર ખાને આગળ કહ્યું કે, 'હું એક કે બે નાના રોલ કરી રહ્યો છું. જે તમને ગમશે. મેં એક-બે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. જેમાંથી એકનું નામ છે 'અતિ સુંદર'. જેમાં મેં કેમિયો કર્યો છે. તે બે-ત્રણ મહિનામાં અથવા વધુમાં વધુ છ મહિનામાં આવશે. પરંતુ લીડ રોલવાળી ફિલ્મ માત્ર 'સિતારે જમીન પર' હશે.' 

મુંબઈ છોડી ચેન્નઈ શિફ્ટ થઈ ગયો આમિર ખાન: જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય/ aamir  khan shifting to chennai from mumbai due to mother zeenat hussain poor  health reports

આમીર ખાન વધુને વધુ કામ કરવા માંગે છે અને આ વિશે એમને કહ્યું કે "મેં વિચાર્યું છે કે આગામી 8-10 વર્ષોમાં હું શક્ય તેટલું વધુ કામ કરવાનો પ્રયાસ કરીશ. માત્ર નિર્માતા તરીકે નહીં. એક્ટર તરીકે પણ. હું આગામી વર્ષોમાં દર વર્ષે મારી એક ફિલ્મ રજૂ કરવાનો પ્રયાસ કરીશ. હું પણ બને તેટલી વધુ ફિલ્મો બનાવવા માંગુ છું. આમિર ખાન પ્રોડક્શન હાઉસ દેશ અને દુનિયામાં નવી પ્રતિભાઓ લાવે છે. મારી વિચારસરણી એવી હતી કે જો હું વધુ ફિલ્મો બનાવીશ તો હું દર્શકોને મને ગમતી બધી વસ્તુઓ બતાવી શકીશ.'

વધુ વાંચો: અરે હું જીવિત છું...: પંચાયત સીરિઝની અભિનેત્રીએ કર્યો ખુલાસો, ટ્રક-SUVની ટક્કરમાં અનેક સ્ટાર્સના થયા હતા નિધન

નોંધનીય છે કે આમિર ખાન સની દેઓલ સાથે પણ કામ કરશે. આમિર સની દેઓલની આગામી ફિલ્મ 'લાહોર 1947'ના નિર્માતા છે. જેને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરશે. તેના સિવાય અલી ફઝલ અને પ્રીતિ ઝિન્ટા પણ આ ફિલ્મનો ભાગ હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ