બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The Panchayat series actress Aanchal Tiwari revealed several stars died in accident

સ્પષ્ટતા / અરે હું જીવિત છું...: પંચાયત સીરિઝની અભિનેત્રીએ કર્યો ખુલાસો, ટ્રક-SUVની ટક્કરમાં અનેક સ્ટાર્સના થયા હતા નિધન

Megha

Last Updated: 03:44 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે એક અકસ્માતના સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે વેબ સીરીઝ 'પંચાયત'ની અભિનેત્રી સહિત કુલ 9 લોકોના મોત થયા છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આંચલ તિવારી જીવિત છે.

મંગળવારે સાંજે એ અભિનેત્રી આંચલ તિવારીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. આંચલ તિવારી ભોજપુરી સિનેમાની અભિનેત્રી છે. તેણે OTTની લોકપ્રિય વેબ સિરીઝ પંચાયત 2માં પણ કામ કર્યું છે. 

તેમના મૃત્યુ અંગે એવા અહેવાલો હતા કે 25 ફેબ્રુઆરીના રોજ બિહારના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી ગામ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા. નવ લોકોમાં અભિનેત્રી આંચલ તિવારીનું નામ પણ સામેલ હતું. આ સમાચાર આવ્યા બાદ હવે અભિનેત્રીએ પોતે જ પ્રતિક્રિયા આપીને પોતાના જીવિત હોવાની સાબિતી આપવી પડી હતી.

ગઈકાલે એક માર્ગ અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે આંચલ સહિત કુલ 9 લોકોના મોત થયા છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આંચલ તિવારી જીવિત છે. આ વિશે વાત કરતાં તેણીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે, 'હું જીવિત છું..' 

બિહારના કૈમુર જિલ્લામાં રવિવારે એક માર્ગ અકસ્માતના સમાચાર હતા. જેમાં એક ભયાનક કાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. આ કારમાં 4 કલાકારો પણ સામેલ હતા. ભોજપુરી સિંગર છોટુ પાંડે આખી ટીમ સાથે યુપી જઈ રહ્યો હતો. આ કારમાં પંચાયત અભિનેત્રી આંચલ તિવારી પણ હાજર હતી. આ અકસ્માત નેશનલ હાઈવે પર મોહનિયા પાસે થયો હતો જ્યાં ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી.

આખી ટીમ કારમાંથી બહાર નીકળે એ પહેલા પાછળથી આવતી ટ્રકે ભોજપુર ગાયકની આખી ટીમ અને બાઇક સવારને કચડી નાખ્યા હતા. આ સમાચાર મળતા જ લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. પરંતુ હવે ખુદ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં અભિનેત્રી આંચલે લખ્યું હતું કે હું જીવિત છું. 

વધુ વાંચો: લાંબા વિરામ બાદ બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારીમાં આમિર ખાન, આ ફિલ્મમાં કરશે લીડ રોલ, જાણો રીલીઝ ડેટ

આ સાથે આંચલ તિવારીએ કેટલાક સમાચારોના વીડિયો અને સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. જેના પર આંચલે તથ્યોની તપાસ કર્યા વિના પ્રકાશિત થઈ રહેલા સમાચારોની ટીકા કરીને આ સમાચારોને નકારી કાઢ્યા છે. આંચલ તિવારી ટૂંક સમયમાં પંચાયત સિરીઝમાં જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ