બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / A unique temple is located in Gir Somnath district

આસ્થા / માતાજી પહેલા પૂજાય છે શ્વાન: ગુજરાતમાં અનોખુ મંદિર, માતાજીની સાથે છે શ્વાનની સમાધિ, દૂર-દૂરથી આવે છે ભક્તો

Malay

Last Updated: 01:10 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આસ્થામાં જીવનારો દેશ છે અને આપણે ત્યાં એટલે જ દરેક ધર્મમાં અનેક દેવી દેવતાઓને પૂજવામાં આવે છે. પરંતુ આજે આપને ગીર સોમનાથ જિલ્લામાં એક એવા આસ્થાના સ્થળની મુલાકાત કરાવવી છે. જ્યાં લોકો શ્વાનને પૂજે છે અને આ મંદિરમાં દર્શન કરનાર લોકોની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. ત્યારે ક્યાં આવેલુ છે આ અનોખું મંદિર અને કેમ લોકો શ્વાનની કરે છે પૂજા ચાલો જાણીએ આ રિપોર્ટમાં...

  • ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે એક અનોખું મંદિર
  • આ મંદિરમાં લોકો શ્વાનની કરે છે પૂજા 
  • શ્વાનદેવની માનતાથી મનોકામના થાય છે પૂર્ણ 

ભારત આસ્થામાં જીવનારો દેશ છે અને આ જ કારણે આપણે ત્યાં ૩૩ કરોડ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. પરંતુ ગીર સોમનાથના વડનગર ગામે તો કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક શ્વાનનું અનોખું મંદિર આવેલું છે. જ્યાં લોકો શ્વાનની ભગવાન રૂપે પૂજા કરે છે. સાથે જ અહીં આવનારા લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિર સાથે લોકોની એટલી આસ્થા જોડાયેલી છે કે, દૂર-દૂરથી લોકો અહીં શ્વાનદેવના દર્શન માટે આવે છે.

ખૂબ જ રોચક છે ઈતિહાસ
અહીં શ્વાનનો રોચક ઇતિહાસ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ માનતાઓ પણ રાખે છે. અહીં જાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે અને કોઈપણ વ્યક્તિને શ્વાન કરડ્યો હોય તો માતાજીની માનતા રાખે છે. માતાજીને ખીર, પુરીના નૈવેધ ધરી, ચૂંદડી ચડાવવા પર ક્યારેય હડકવા ઉપડતો નથી. ખેડૂતોના ઢોર ઢાખર બીમાર હોય અને માતાજીની માનતા રાખે તો સાજા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન અહીં 100થી વધુ શ્વાન આવે છે અને આ શ્વાન ક્યારેય કોઈને કરડ્યા નથી. નાના બાળકોની તંદુરસ્તી માટે અહીં માનતા રાખવામાં આવે છે. લોકોમાં અહીં અનોખી આસ્થા જોવા મળે છે. માતાજીને નિવેદ ધરતા પહેલા અહીં શ્વાનની પૂજા થાય છે.

માતાજીની પૂજા પહેલા થાય છે શ્વાનની પૂજા
શ્વાનદેવના આ મંદિર સાથે જોડાયેલા ઈતિહાસ અંગે વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે, વર્ષો પહેલા માતાજીએ આર્થિક સહાય મેળવવા માટે પોતાના શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકીને કેટલીક આર્થિક સહાય પશુઓના ધાસચારા માટે મેળવી હતી. જેના બદલામાં શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકવામાં આવ્યો હતો. ત્યારે અચાનક એક દિવસ આર્થિક સહાય કરનાર વેપારીને ત્યાં ખૂબ મોટી ચોરી થાય છે. જે સમયે વેપારીને ત્યાં ચોરી થાય છે તે ચોરીનો સામાન લઈ જનાર લોકો સુધી ગીરવે મુકાયેલો શ્વાન વેપારીને પહોંચાડી આપે છે અને ચોરીમાં ગયેલો સામાન વેપારીને પરત મળે છે. ત્યારે વેપારી શ્વાનના ગળામાં 'તમામ કરજ માફ' લખેલી ચિઠ્ઠી લખીને શ્વાનને મુક્ત કરે છે, તેને માતાજી પાસે મોકલી આપે છે. બીજી તરફ ચારણ આઈ શેઠને ચુકવવાની રકમ લઈને ડુંગર પરથી નીચે ઉતરતા હતા. ત્યાં સામેથી પોતાના શ્વાનને આવતો જોયો અને માતાજીને ગુસ્સો આવ્યો. શ્વાનને વચનની લાજ ન રાખવાનું કહીને શ્રાપ આપ્યો અને શ્વાને ત્યાં જ પોતાનો દેહત્યાગી દીધો. જોકે, માતાજીએ શેઠે લખેલી ચીઠ્ઠી વાંચી તો તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ પણ ત્યાંજ જીવતા ધરતીમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે, ત્યારથી અહીં માતાજીની પૂજા પહેલા શ્વાનની પૂજા થાય છે.

અહીં માનવ સાથે શ્વાનોની આસ્થા જોડાયેલી
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અહીં કોઈપણ વ્યક્તિ મનોકામના માટે માનદેવની માનતા રાખે છે અને તેમની મન્નત અહીંપૂર્ણ પણ થાય છે. અહીં રોજ 100 જેટલા શ્વાન મંદિરની આસપાસ ફરે છે. પરંતુ આજ સુધી એક પણ શ્વાને લોકો પર ક્યારેય હુમલો નથી કર્યો અને તેથી જ અહીં માનવ સાથે શ્વાનોની આસ્થા જોડાયેલી છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

District Gir Somnath Unique Temple Vtv Exclusive અનોખું મંદિર ગુજરાત ભક્તોમાં શ્રદ્ધા શ્વાનદેવનું મંદિર Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ