ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / A song sung by Raag Patel from Ahmedabad in rrr movie

અંબર સે.. / RRR ફિલ્મનું અમદાવાદ કનેક્શન, ગુજરાતી 'રાગ'નો જાદુ છવાયો, ગાવાની તક મળવા પાછળ ખૂબ જ રોમાંચક સ્ટોરી

Published By: Vishnu

Last Updated: 12:01 AM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બાહુબલી' ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે

ADVERTISEMENT

  • RRR ફિલ્માં ગુજરાત કનેક્શન
  • અમદાવાદની રાગ પટેલને મળ્યુ સોંગ
  • ફેસબુક મારફતે મળ્યો ફિલ્મમાં મોકો

સાઉથના ફેમસ ડાયરેક્ટર રાજમૌલીની ફિલ્મ RRR રીલીજ થઈ ગઈ છે. આ ફિલ્મ ધૂમ કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મમાં એક ગુજરાત કનેક્શન પણ છે. જેમાં એક સોંગ અમદાવાદની એક 15 વર્ષીય કિશોરીએ ગાયુ છે. રાગ પટેલ નામની કિશોરીને આ ફિલ્મમાં ગાવાની તક મળવા પાછળ ખૂબ જ રોમાંચક સ્ટોરી છે. અનેક સ્પર્ધકોને માત આપી રાગ પટેલે આ ગીત ગાવાની તક મળી હતી. 

કયું ગીત RRR ફિલ્મમાં રાગ પટેલે ગાયું?
આ ફિલ્મમાં એક નાનકડી બાળા પંક્તિ ગાતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. ફિલ્મનું ગીત 'અંબર સે થોડા સૂરજ કો પ્યારા'... અમદાવાદની 15 વર્ષીય રાગ પટેલે પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મની શરૂઆત પણ આ ગીતથી થાય છે.

ફેસબુક પોસ્ટથી મળ્યો ગાવાનો મોકો
રાગના પિતા રાજીવ પટેલે ગયા વર્ષે ઓગસ્ટમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોઈ હતી જેમાં ફિલ્મ નિર્માતાઓ 12 થી 15 વર્ષની વય જૂથની છોકરી ગાયિકાની શોધ કરી રહ્યા હતા. ત્યારબાદ રાજીવે રાગનો અવાજ રેકોર્ડ કર્યો અને ફિલ્મના દિગ્દર્શક એસ. એસ રાજામૌલીની ટીમને મોકલ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં ટીમ તરફથી ફોન આવ્યો કે તેમને રાગનો અવાજ ગમ્યો. ત્યારબાદ ગીતના રેકોર્ડિંગ માટે રાગને હૈદરાબાદ બોલાવવામાં આવી. હૈદરાબાદ પહોંચ્યા પછી, રાગને ખબર પડી કે તેને ફિલ્મ RRR માટે એક સોલો ગીત ગાવાનું છે.

રાગ પટેલ વિષે..
રાગ પટેલ હાલ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહી છે, તેને આ ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો. રાગ પટેલને બાળપણથી જ સંગીતનો શોખ હતો. તેનું લત્તાજીને શ્રદ્ધાજંલિ આપતું ગીત પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબનું વાયરલ થઈ રહ્યું છે.

તેને VTVસાથેની વાતચીતમાં શું કહ્યું?
તેણે કહ્યું કે જ્યારે ફિલ્મ તેના ગીતથી શરૂ થઈ ત્યારે તે ખૂબ જ ખુશ હતી. આટલી નાની ઉંમરે તેને આટલી મોટી ફિલ્મમાં ગાવાની તક મળી તે તેનું નસીબ છે. પિતા રાજીવના કહેવા પ્રમાણે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ફિલ્મની ટીમ તેને કોઈ જવાબ આપશે. પરંતુ ટીમે ગીત માટે રાગ પટેલને પસંદ કરી.રાગે કહ્યું કે તે અભ્યાસ અને ગાયન વચ્ચે સંતુલન જાળવી શકે છે. અનિકેત ખાંડેકર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખી રહેલી રાગને બાળપણથી જ ગાવાનો શોખ છે. ગીતની પ્રેરણા ગીત સાંભળીને મળી. રાગ ફિલ્મો માટે બેકગ્રાઉન્ડ સિંગિંગ કરવા માંગે છે. તેના માતા-પિતાને તેમની પુત્રીની આ સિદ્ધિ પર ખૂબ ગર્વ છે.

રેકોર્ડિંગવખતે એસ એસ રાજામૌલી પણ હાજર હતા
રાગે કહ્યું કે જ્યારે તેણીને ખબર પડી કે તેણીને આ ગીત ગાવા માટે પસંદ કરવામાં આવી છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ ગીતના રેકોર્ડિંગ દરમિયાન એસએસ રાજામૌલીની સાથે સંગીતકાર એમએમ કિરવાણી પણ ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી સાથે હાજર હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

RRR ફિલ્મ Raag Patel ahmedabad rrr movie sung song અમદાવાદ આરઆરઆર ફિલ્મ ગીત ગાયું ફિલ્મમાં મોકો રાગ પટેલ રાજામૌલી Raag Patel in rrr movie

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ