બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / A serious allegation regarding the fire in the Bapunagar fireworks godown

અમદાવાદ / 'વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે ગંભીર આક્ષેપ

Priyakant

Last Updated: 01:34 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bapunagar Fire News: બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે, વિકાસ એસ્ટેટના સદસ્યોએ પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા

  • ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગની થશે તપાસ  
  • બેદરકારી હશે તેની સામે થશે કાર્યવાહી 
  • વિકાસ એસ્ટેટમાં આગ મામલે આક્ષેપ
  • આગ સંભાવનાને લઈને કરાઈ હતી રજૂઆત

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યાની ઘટનાના  15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગની તપાસ કરાશે. આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. આ તરફ અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગ મામલે વિકાસ એસ્ટેટના સદસ્યોએ પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોએ કહ્યું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું નહિ.  

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી તેમજ બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના અપાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસ રહેઠાણોને ખાલી કરવા પણ સુચના અપાઈ હતી. ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. મહત્વનું છે કે, 4  કંપની અને 25 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી મહામહેનતે આગ બુઝાવી હતી. 

આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને કરશે તપાસ
અમદાવાદના બાપુનગરમાં ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગની ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. જેમાં FSLની તપાસમાં આગ ક્યાં અને કયા કારણસર લાગી તેનો ખુલાસો થશે. આ સાથે બેદરકારી હશે તેની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. 
 
વિકાસ એસ્ટેટના સદસ્યોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગનો મામલે હવે મોટા આક્ષેપો થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, વિકાસ એસ્ટેટના સદસ્યોએ લગાવ્યા પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોનું કહેવું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું. આ સાથે કહ્યું કે, આગની શકયતા લઈને એસ્ટેટ દ્વારા વારંવાર રજુઆત કરાઇ હતી. તંત્ર આંખ આડા કાન કરતાં આજે મોટી હોનારત બની છે. 

વિકાસ એસ્ટેટના લોકોના કહેવા પ્રમાણે દિવાળીમાં મનપા અને પોલીસ ફટાકડા લેવા પહોંચી જતી હતી. આ એસ્ટેટ વિભાગમાં 120 એકમો આવેલા છે. જેમાંથી ફક્ત 15 એકમો પાસે ફટાકડાના ગોડાઉનના લાયસન્સ છે. આ સાથે કેટલાક ગોડાઉનમાં ક્ષમતા કરતા વધુ ફટાકડા ભર્યા હતા. વારંવાર એસ્ટેટ દ્વારા રજુઆત કરી છતાં એકમો કોઈ પણ બાબતો ધ્યાને લેતા નહોતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ