બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / A series of eclipses in the year 2020 lead to tragedies and controversies in the country
ADVERTISEMENT
જોકે, જ્યોતિષ કર્મકાંડમાં ગ્રહણને સારું ગણવામાં આવતું નથી. આ દરમિયાન આસુરી કે તામસી શક્તિઓની તાકાત વધે છે દૈવીય શક્તિઓ નબળી પડે છે. આ દુષ્પ્રભાવ માનવતા માટે ઘાતક નીવડે છે. આ વર્ષ ગ્રહણોની હારમાળા રૂપે 6 ગ્રહણ છે. જે દુનિયાના દરેક ભાગને પ્રભાવિત. કરશે જેથી વિશ્વમાં માનવજાતિએ કષ્ટ ઝેલવું પડશે

ADVERTISEMENT
વર્ષ 2020ની શરૂઆત પહેલા જ 26 ડિસેમ્બર 2019ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ વલયાકાર હતું. આ ગ્રહણનો ખરાબ પ્રભાવ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી રહ્યો છે. જ્યોતિષાચાર્યોએ આ સૂર્યગ્રહણને ખરાબ ગણાવ્યું હતું. આ સમયે સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ અને કેતુની યુતિ હતી. સૂર્ય, ચંદ્રનો ગ્રહણ દોષ, ચંદ્ર, શનિનો વિષ યોગ, સૂર્ય ચંદ્ર, શનિ, કેતુનો પિતૃદોષ હતો. જ્યારે 30 દિવસની અંદર બેથી વધુ ગ્રહણ પડે તો તેની વિધ્વંસક ક્ષમતા ત્રણ ગણી વધી જાય છે. પાપ ગ્રહોનો પણ તેના પર પ્રભાવ રહે છે અને સંપૂર્ણ માનવ જાત માટે ખુબ જ ખરાબ સાબિત થાય છે. આ વર્ષે 6 જૂનથી 5 જુલાઈ વચ્ચે 3 ગ્રહણ છે. બે ભારતમાં જોવા મળશે. 5 જૂન ચંદ્ર ગ્રહણ, 21 જૂન સૂર્ય ગ્રહણ તથા 5 જુલાઈના રોજ પાછું ચંદ્રગ્રહણ પડશે.
જૂન મહિનાના ગ્રહણ અમેરિકા અને પશ્ચિમના દેશો માટે ખુબ જ વધુ અશુભ સાબિત થશે. મંગળ જલીય રાશિ મીનમાં સ્થિત થઈને સૂર્ય, બુધ, ચંદ્રમા અને રાહુને જોશે જે અશુભ સ્થિતિ પેદા થશે. ગ્રહણના સમયે 6 ગ્રહ શનિ, ગુરુ, શુક્ર, અને બુધ વક્ર રહેશે તથા રાહુ તથા કેતુ હંમેશા વક્ર માર્ગ પર જ ભ્રમણ કરે છે. ગ્રહોની ચાલ વક્ર થવાથી સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલની સ્થિતિ રહેશે. વધારે વરસાદ, સમુદ્રી તોફાનો, ચક્રવાત, મહામારી. ભૂખમરા વગેરે જીવન અને ધન સંપત્તિને નુકસાન કરે તેવી આશંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.