ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / A Russian rocket broke up in space above the Indian Ocean

મુશ્કેલી / હિંદ મહાસાગરની ઉપર સ્પેસમાં બની એવી ઘટના કે સેટેલાઈટ્સ પર તોળાયો મોટો ખતરો

Published By: Juhi

Last Updated: 06:16 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અંતરિક્ષ એજન્સીના રૉકેટનો ઉપરી ભાગ અંતરિક્ષમાં ફાટી ગયો છે. હવે તેનાથી નીકળનારો કચરો પૃથ્વીની કક્ષામાં ફેલાઇ ગયો છે. 8 મેના હિંદ મહાસાગરના ઉપર રશિયા રૉકેટનો ભાગ તૂટ્યો છે અને તેના 65 ટુકડા પૃથ્વીની આસપાસ ફરી રહ્યા છે. સેટેલાઇટ્સ માટે આ ખતરારૂપ સાબિત થઇ શકે છે.આ ટુકડા સેટેલાઇટ્સને નુકસાન કરી શકે છે.

ADVERTISEMENT

રશિયા અંતરિક્ષ એજન્સી રૉસકૉસમૉસ અનુસાર, રશિયાના આ રૉકેટનું નામ Fregate-SB છે જેણે 2011 માં રશિયા સેટેલાઇટ સ્પેક્ટર આર ને અંતરિક્ષમાં સ્થાપિત કરવામા આવ્યુ હતુ. આ રશિયાની જાસૂસી સેટેલાઇટ હતુ, જેણે ગત વર્ષે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. 

રૉસકૉસમૉસે જણાવ્યુ કે, 8 મેના ભારતીય સમયાનુસાર સવારે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે હિંદ મહાસાગરના ઉપર ક્યાંક રૉકેટ તૂટ્યુ છે, હવે તેનો કચરો ધરતીની કક્ષામાં ફરી રહ્યો છે. રશિયા એજન્સી તપાસ કરી રહી છે, કેટલા ભાગમાં રોકેટનો ભાગ તૂટી ગયો છે.

તો બીજી તરફ અમેરિકના યૂએસ18 સ્પેસ કંટ્રોલ સ્ક્વાડ્રને કહ્યુ કે, આ રૉકેટ તૂટ્યા પછી 64 ટુકડા ધરતીની આસપાસ ચક્કર લગાવી રહ્યા હતા, જે સેટેલાઇટ્સ માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. આ લોકો 65 ટુકડાની દિશા અને ગતિને ટ્રેક કરી રહ્યા છે. 

અમેરિકાની અંતરક્ષ એજન્સી નાસા તથા યૂરોપિયન સ્પેસ એજન્સી ઇએસએ પણ રશિયાના  આ રોકેટના કચરાને ટ્રેક કરી રહી છે. જેથી સેટેલાઇટ્ને કોઇ ખતરારૂપ સાબિત ના થઇ શકે અથવા તો જરૂરી લાગે તો સેટેલાઇટ્સની દિશા બદલી શકે. 

યૂરોપિયન સ્પેસ એજન્સી ઇએસએ આગામી 5 વર્ષ માટે અંતરિક્ષના કચરાને પોતાના સેટેલાઇટ્સને બચાવવા માટેની ટેક્નિક પર 3271 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં એક મિશન એવુ પણ છે જે સેટેલાઇટ્સ કામ નથી કરી રહ્યા તેમણે ખેંચીને સુદૂર અંતરિક્ષમાં મોકલી દેવાનું અથવા તો કક્ષાથી અલગ કરી દેવાના.

દુનિયાભરની સ્પેસ એજન્સીઓ આ પ્રયાસમાં છે કે કેવી રીતે ધરતી પરની કક્ષાના રહેલા કચરાના સાફ કરવામાં આવે, કેવી રીતે ઓછો કરવામાં આવે જેથી ભવિષ્યના મિશન, સેટેલાઇટ્સ તથા સ્પેસ સ્ટેશનમાં મુશ્કેલી ના આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Ocean Rocket Russia Satellite Space world Problems

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ