ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / A police constable in Ahmedabad and two people suffered heart failure in Surendranagar
Last Updated: 10:49 AM, 8 April 2024
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હ્રદય રોગનાં કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હ્રદયરોગનાં હુમલાઓમાં બાળકો સહિત યુવાનોનાં પણ મોત નિપજી રહ્યા છે. ત્યારે ગત રોજ અમદાવાદ શહેરનાં ખોખરા પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ અને રાઈટર ફરજ બજાવતા અરવિંદ સોલંકી(ઉ.વર્ષ. 33) ને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
ખોખરા પોલિસ સ્ટેશનમાં ચાલુ ફરજે આવ્યો હતો હાર્ટ એટેક
ખોખરા પોલીસ મથકમાં ફરજ બજાવતો અરવિંદ સોલંકીને એકાએક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ હાજર તબીબ દ્વારા તેઓને તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા ખોખરા પોલીસ સ્ટેશનનાં કર્મચારીનાં મોતનાં સમાચાર પોલીસ કર્મચારીઓને જાણ થતા સૌ કોઈ શોકાતુર થઈ ગયા હતા.
ADVERTISEMENT
46 વર્ષની મહિલા અને 76 વર્ષના પુરુષનું મૃત્યું
સુરેન્દ્રનગરનાં લીંબડી શહેરી વિસ્તારમાં 24 કલાકમાં બે હાર્ટ એટેકનાં બનાવમાં એક મહિલા તેમજ એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જેમાં લીંબડી શહેરી વિસ્તારમાં છાયાબેન પરમાર (ઉ.વર્ષ. 46) જ્યારે પ્રેમાનેદ પાટડિયા (ઉ.વર્ષ.76) નું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
ADVERTISEMENT

હાર્ટ એટેક કયા કારણોસર આવે છે?
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે.
ADVERTISEMENT
જડબામાં દુખાવો- જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.
પરસેવો વળવો- ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ત્રાહિમામ પોકારી જશો! ગુજરાતમાં આ તારીખે વરસાદ સાથે બફારાની આગાહી, માથું ફાટી જાય તેવી પડશે ગરમી
પેટમાં દુખાવો- પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.