બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / A person has died of a heart attack in Surat and a student of class 9 in Amreli.

દુ:ખદ / અમરેલીમાં ધોરણ-9ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટએટેક, મળ્યું મોત, તો સુરતમાં આધેડના હ્રદયે દીધો દગો

Dinesh

Last Updated: 02:55 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિનું અને અમરેલીમાં ધો.9ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેક મોત થયું છે

 

  • સુરતમાં વધુ એકને આવ્યો હાર્ટએટેક
  • 50 વર્ષના વ્યક્તિનું હાર્ટએટેકથી મોત
  • અમરેલીમાં ધો.9ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેક મોત

રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે વર્તમાનમાં હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. 

24 કલાકમાં રાજ્યમાં 5 લોકોના હાર્ટએટેકથી મોત, કોઈની ગરબાની છેલ્લી પ્રેક્ટિસ  તો કોઈનું કારખાનામાં હાર્ટ ખોટકાયું | 5 people died of heart attack in the  state in ...

સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
સુરત જિલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. દરજી કામ કરતા 50 વર્ષીય વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમનુ હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક મૂળ ઉમરપાડાના વાડી ગામના વતની હતા. અત્રે જણાવીએ કે, વસંત ચૌધરી ઉમરપાડાના આંબાવાડી ગામે રહેતા હતા

અમરેલીમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થિની મોત
અમરેલીમાં ધોરણ-9ના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. શાંતાબા ગજેરા સંકુલની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યા હતો તે દરમિયાન વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યા હાજર તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.

4 નવેમ્બરે હાર્ટ એટેક મુદ્દે પત્રકાર પરિષદ 
કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને ગઈકાલે મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે સરકાર સચેત છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 4 નવેમ્બરે એક પત્રકાર પરિષદ યોજીશું, જે UN મહેતા હોસ્પિટલ ખાતે યોજાશે. ડૉકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ પાંચ વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ