બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A master plan was formulated in the presence of Amit Shah North Gujarat

વ્યૂહરચના / ઉતર ગુજરાતમાં કમળ ખિલવવા અમિત શાહની હાજરીમાં ઘડાયો માસ્ટરપ્લાન, મેવાણીની વડગામ સહિત આ બેઠકો પર ખાસ મંથન

Kishor

Last Updated: 05:04 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતમાં ભાજપની પકડ મજબૂત કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પાલનપુરમાં બેઠક યોજાઇ હતી. જેમાં 9 બેઠક કબ્જે કરવા પર હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

  • ઉતર ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક
  • પાલનપુરમાં અમિત શાહની હાજરીમાં ભાજન નેતાની બેઠક
  • ઉત્તર ગુજરાતને મજબુત કરવા ભાજપની કવાયત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં ભાજપને મજબુત કરવા નેતાઑ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉતર ગુજરાતના પાલનપુરમાં અમિત શાહ અને ઉતર ગુજરાત, કચ્છ જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી. 

અર્બૂદા સેના અને ઠાકોર સમાજ પર પણ ચર્ચા કરાઇ : સૂત્રો
બેઠકમાં કોંગ્રેસના વિસ્તાર ગણાતી સીટ પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખિલવાવા પર રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ  બેઠકમાં અમિત શાહની હાજરીમાં અર્બૂદા સેના અને ઠાકોર સમાજ પર પણ ચર્ચા કરાઇ હતી અર્બુદા સેનાના વિરોધને લઇ સંભવિક અસરો પર પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ચૌધરી સમાજમાં વિખવાદનો મુદ્દો પણ બેઠકમાં ઉછળ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપની પકડ કેવી રીતે મજબુત કરવી તે મુદે ભાજપના જૂના જોગીઑ વચ્ચે મંથન કરાયું હતું. 

2017માં 9 માંથી 7 સીટ પર કૉંગ્રેસની થઈ હતી જીત
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં ચુંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફાળે વધુ સીટ ગઇ હતી. બનાસકાંઠામાં 2017માં 9 માંથી 7 સીટ પર કૉંગ્રેસની જીત થઈ હતી. 
ત્યારે 9 બેઠક કબ્જે કરવા પર હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મહીસાગર મુદ્દે ચર્ચા અને મેવાણીની વડગામ, દાંતા બેઠક પર કોંગ્રેસને હરાવવા વિશેષ રણનિતિ ઘડાઈ શકે છે. ત્યારે હાલ કોંગ્રેસના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભાજપની રણનીતિ નક્કી કરવામાં આવશે. 


ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે?
ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચાર સમાન ભારતીય જનતા પાર્ટી 25 ટકા ધારાસભ્યોમાં નો-રિપીટ થિયરી અપનાવી શકે છે. જેમા ભાજપ 25 ધારાસભ્યોને ટિકિટ  કપાઈ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.  સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ભાજપની મિટિંગમાં ટિકિટ કાપવા મુદ્દે ચર્ચા થઈ હતી. ગઈકાલે વડોદરામાં મધ્ય ઝોનની બેઠક મળી હતી. જે બેઠકમાં એવી ચર્ચા થઈ છે કે, ધારાસભ્યની કાર્યક્ષમતા મુદ્દે ચર્ચા થઈ હતી. જે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 
પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યાં હતાં.
 
નો-રિપીટ થિયરીથી ભાજપને ફાયદો શું?
ભાજપની રણનીતિ પર સૌ કોઈની નજર હોય છે જે બાબતે આ વખતે ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં ભાજપ પ્રાપ્ત માહિતી અનુસાર 25 જેટલા ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહી આપે અને જેનાથી તેમને લાભ પણ થશે કે કેમ તે સમય જ બતાવશે. એવુ પણ માનવામાં આવી રહી છે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વધારશે અને જેમાં કેટલાક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ