બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A large number of people went out to vote in Gujarat, the parties started working to gain or lose

ગુજ'રાજ' 2022 / ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો વોટ આપવા નીકળ્યા, ફાયદો થશે કે નુકસાન તે માટે પાર્ટીઓ કામે લાગી

Priyakant

Last Updated: 10:35 AM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી પંચની લૉકજાગૃતિ કામ આવી હોય તેમ  લોકો ખૂલીને વોટ આપવા નીકળ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન 
  • સવારે 10 વાગ્યા સુધીમાં 13% જેટલું મતદાન નોંધાયું 
  • 10 વાગ્યા સુધીમાં 15% વોટિંગ સાથે ડાંગ પ્રથમ નંબર પર
  • અંદાજ મુજબ 70% સુધી મતદાન થાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન સવારે 10 વાગ્યા સુધીમાં 15% વોટિંગ સાથે ડાંગ પ્રથમ નંબર પર છે.  મહત્વનું છે કે, ગુજરાતમાં 19 જિલ્લાઓમાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ, સવારે 10 વાગ્યા સુધીમાં 13% જેટલું મતદાન નોંધાયું છે. એક અંદાજ મુજબ 70% સુધી મતદાન થાય તેવી શક્યતા છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આજે પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 19 જિલ્લાઓમાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. વિગતો મુજબ આજે સવારે 10 વાગ્યા સુધીમાં 13% જેટલું મતદાન નોંધાયું છે. એક અંદાજ મુજબ 70% સુધી મતદાન થાય તેવી શક્યતા છે.  મહત્વનું છે કે, 10 વાગ્યા સુધીમાં 15% વોટિંગ સાથે ડાંગ પ્રથમ નંબર પર છે. 

ચૂંટણી પંચની લૉકજાગૃતિ કામ આવી

ગુજરાતમાં ચૂંટણી પંચની લૉકજાગૃતિ કામ આવી હોય તેમ  લોકો ખૂલીને વોટ આપવા નીકળ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે. જોકે મહિલાઓએ કહ્યું છે કે, ઘરકામ પછી કરીશું પહેલા વોટ આપીશું. જોકે હવે વધારે મતદાનથી કઈ પાર્ટીને ફાયદો થશે તે જોવાનું રહ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન ચાલુ છે. જેમાં મતદાનનો સમય સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધીનો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 39 રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. તો વળી આજે 2,39,76,670 મતદારો મતદાન કરશે. જેમાં 1,24,33,362 પુરૂષ મતદારો, 1,15,42,811 મહિલા મતદારો અને 497 અન્ય મતદારો મતદાન કરશે. 

આજે ગુજરાતભરમાં આ બેઠકો પર સૌની નજર

ખંભાળિયા બેઠક પર આજે ખરાખરીનો જંગ

ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા સૌ કોઇની આ સીટ પર મીટ માંડીને બેઠાં છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. કારણ કે ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે.

ગોંડલ બેઠક પર જામશે ચૂંટણીનો રસપ્રદ જંગ

ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ગોંડલ વિધાનસભા સીટ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

કુતિયાણા બેઠક પર કાંધલ જ કિંગ?

કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આથી આ બેઠક પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે.

વરાછા બેઠક

વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ સીટ પરથી કોણ બાજી મારે છે અને કોણ ઘરભેગું થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ