બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / A girl named Ritvi Shah died in Vadodara Harani Lake incident.

વડોદરા બોટ ટ્રેજેડી / 'આવી કેટલીય ઘટનાઓ ઘટી, શું રિઝલ્ટ આવે છે એ ખબર જ છે', મૃતક ભાણીના મામાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Dinesh Chaudhary

Last Updated: 11:27 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: મૃતક ઋત્વિ શાહ નામની બાળકીના પરિવારજનોએ કહ્યું કે, અગાઉ બનેલી ઘટનામાં શું થયું હતું તે તમામને ખ્યાલ છે, અમારા પરિવારમાં એકની એક દીકરી હતી.

  • વડોદરાના હરણી લેક દૂર્ઘટનામાં ઋત્વિ શાહ નામની બાળકીનું થયું  મૃત્યુ 
  • પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર લગાવ્યા બેદરકારીના આરોપ
  • અગાઉ બનેલી ઘટનામાં શું થયું હતું તે તમામને ખ્યાલ છે: પરિવારજન  


Vadodara Harani lake boat incident: વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેને દ્રશ્ય માધ્યમમાં જોતા અને અનુભવતા હૃદયમાં કંપારી છુટી જાય છે. ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી, એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુખ છે,  આજે વડોદરા સહિત ગુજરાત સમગ્ર ગુજરાત આ દૂર્ઘટનાથી વિચલિત છે. વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વ્હાલસોયાના મા-બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે. વડોદરાના હરણી લેક દૂર્ઘટનામાં ઋત્વિ શાહ નામની બાળકીનું મૃત્યુ થયું  છે. મૃતક ઋત્વિ શાહના પરિવારજનો મૃતદેહ લેવા પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યા હતાં. જે દરમિયાન પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે. 

મૃતક ઋત્વિ શાહ

'ઉપરવાળો બધું જોઇ રહ્યો છે, તે ન્યાય કરશે'
મૃતક ઋત્વિ શાહ નામની બાળકીના પરિવારજનોએ કહ્યું કે, અગાઉ બનેલી ઘટનામાં શું થયું હતું તે તમામને ખ્યાલ છે. અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. ઋત્વિ ઘરેથી હસતી ખેલતી નીકળી હતી અને આ ઘટના બની છે. પરિવારે અશ્રુ ભીની આંખે કહ્યું કે, ઉપરવાળો બધું જોઇ રહ્યો છે, તે ન્યાય કરશે

'આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે'
મૃતકના મામાએ કહ્યું કે, આ મોટી બેદરકારી છે જેના કારણે અમારે અહીં આવવાનો વારો આવ્યો છે. કોઈ જગ્યાએ કંઈ પમ સેફ્ટીનો ધ્યાન રાખવામાં આવ્યું નથી. મન ફાવે તેમ પ્રવાસો કર્યા અને છોકરાઓને લઈ ગયા. DEOની પણ મંજૂરી લેવામાં આવી નથી. આમાં સ્કૂલ સંચાલક અને બોટ સંચાલક બંન્નેની બેદરકારી છે. જો લાઈફ જેકેટ પહેરાવ્યું હોત તો આજે એક પણ છોકરો મરણ પથારીએ ન હોત. વધુમાં ઉમેર્યું કે, આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે. આ બાબતે પણ શુ તપાસ થશે તે પણ ભગવાનના હાથમાં જ છે. 

વાંચવા જેવું: 'આજે બાળકો મા વિનાના થઇ ગયા', વડોદરા બોટ ટ્રેજેડીને લઇ મૃતક શિક્ષિકાના સ્વજને VTV સમક્ષ કાઢી હૈયાવરાળ

સળગતા સવાલ
કમાવવાની લાલચમાં ક્યાં સુધી લોકોના જીવ જતા રહેશે ? 
બોટની કેપેસિટી 17 લોકોની હતી તો 30 લોકો કેમ ભરવામાં આવ્યા ? 
કમાવવાની લ્હાયમાં 17 માસૂમોના મોતના જવાબદારોને સજા ક્યારે ? 
ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને બોટ ઓપરેટ કરવાની મંજૂરી કોણે આપી ? 
શાળા દ્વારા પણ બાળકોની સુરક્ષા વિશે કેમ ન વિચારવામાં આવ્યું ? 
રાઈડ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ કેમ ન પહેરાવાયા ?

સંકળાયેલા મુદ્દાઓ

Harani lake boat Harani lake boat incident Vadodara news હરણી તણાવ દૂર્ઘટના Vadodara Harani lake boat incident
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ