બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Harani lake boat incident The family members said with wet eyes that it is a great sorrow to lose a member of the family
Last Updated: 10:31 AM, 19 January 2024
SSG હોસ્પિટલ ખાતે હરણી લેક હોનારતના મૃતકોના પોસ્ટમોર્ટમ કરાયા
પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં મૃતદેહને અંતિમ વિધિ માટે લઇ જવાયા
ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે: પરિવારજન
ADVERTISEMENT
Vadodara Harani lake boat incident: વડોદરાના હરણી તળાવમાં જે બન્યું તે કદાચ શબ્દોમાં અનંતકાળ સુધી કહી શકાય નહીં. એક વ્હાલસોયાને પોતાનો જીવ ગુમાવતા શું થયું હશે, એ મા-બાપનું આક્રંદ કેવું હશે, એનુ કલ્પાંત કેવું હશે તેની અનુભૂતિથી જ કંપારી છુટી જાય છે. આશા એટલી જ કે દળી-દળીને ઢાંકણીમાં હતા એવી સ્થિતિ ન રહે અને રાજ્યનો દરેક વ્યક્તિ આમાથી કોઈ બોધપાઠ લે . ત્યારે આ ઘટના મૃત્યુ પામેલા લોકોનું વડોદરાની SSG હોસ્પિટલ ખાતે હરણી લેક હોનારતના મૃતકોના પોસ્ટમોર્ટમ કરાયા છે અને પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં મૃતદેહને અંતિમ વિધિ માટે લઇ જવાશે. છેલ્લા 3 પોસ્ટમોર્ટમ બાદ પરિવારોને મૃતદેહ સોંપાશે.
ADVERTISEMENT
'ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે'
આ ગોઝારી ઘટનામાં 17ના મોત થયા છે, જેમાં મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના સ્વજન સાથે VTV NEWSએ વાતચીત કરી હતી. તેમના પરિવારજનોએ આસું ભીની આંખે કહ્યું કે, ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે, જવાબદાર સામે પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે, આજે અમારા મોટી દુખની ઘડી છે વધુ કહી શકીએ તેમ નથી. આપને જણાવીએ કે, 25 વર્ષથી ફાલ્ગુની બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના ઘરે 2 બાળકો, પતિ અને સાસુ સસરા છે.મૃતકના એક પરિજને કહ્યું કે, તંત્રની બેદરકારી કહી શકાય આજે બાળકો મા વિનાના થઇ ગયા
કાઉન્સિલર જાગૃત્તિબેનનું નિવેદન
કાઉન્સિલર જાગૃત્તિબેનએ જણાવ્યું છે કે, અમારી ગઈકાલે કોર્પોરેશનની બેઠક હતી પરંતુ દૂર્ઘટનાના પગલે તે બેઠક મૂલતવી રાખી હતી, તમામ હોદ્દેદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ હોસ્પિટલ મારા વિસ્તારમાં આવે છે ત્યારે અહીં પોસ્ટમાર્ટમને લઈ મને જવાબદારી સોંપાઈ છે. મૃતકોના પરિવારજનો પર દુખ આવ્યો છે, જેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે પરંતુ તેમને હવે કંઈ તકલીફ ન પડે તેને લઈ કામગીરી કરાઈ રહી છે. તેમણે કહ્યું કે, ગઈકાલ જ ગૃહમંત્રી તપાસના આદેશ આપી દીધા છે. આ મુદ્દે રાજ્ય સરકાર ગંભીર ચિતિત પણ છે. તેમણે કહ્યું બોટમાં કેટલા લોકોને બેસાડવા તે તમામ એડવાઈઝરી આ લોકોને જણાવેલી છે, પરંતુ ક્યાં કારણોસર આ બોટ ઓવરલોડ કરી તે ખબર નથી.
બેદરકારીના ખપ્પરમાં 17 વ્યક્તિના મોત
રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં 15 બાળકો સહિત 17 વ્યક્તિ હોમાઇ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો છે. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો છે
વાંચવા જેવું: ક્ષમતા કરતા વધુ બાળકો, સેફ્ટીનો અભાવ... હરણી બોટ દુર્ઘટના પાછળ એક નહીં, અનેક કારણો છે જવાબદાર
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
સળગતા સવાલ
કમાવવાની લાલચમાં ક્યાં સુધી લોકોના જીવ જતા રહેશે ?
બોટની કેપેસિટી 17 લોકોની હતી તો 30 લોકો કેમ ભરવામાં આવ્યા ?
કમાવવાની લ્હાયમાં 17 માસૂમોના મોતના જવાબદારોને સજા ક્યારે ?
ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને બોટ ઓપરેટ કરવાની મંજૂરી કોણે આપી ?
શાળા દ્વારા પણ બાળકોની સુરક્ષા વિશે કેમ ન વિચારવામાં આવ્યું ?
રાઈડ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ કેમ ન પહેરાવાયા ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.