બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara boat disaster, gross negligence of the contractor has come to light in the preliminary investigation of the tragedy

હરણી તળાવ દુર્ઘટના / ક્ષમતા કરતા વધુ બાળકો, સેફ્ટીનો અભાવ... હરણી બોટ દુર્ઘટના પાછળ એક નહીં, અનેક કારણો છે જવાબદાર

Dinesh

Last Updated: 09:23 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો છે

  • વડોદરામાં હરણી લેકઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ
  • હરણી લેકમાં બોટિંગ રાઈડ્સમાં અનેક ખામીઓ હતી
  • સરકારે ફરિયાદમાં સ્વિકાર્યુ કે અનેક ખામીઓ હતી


રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં 15 બાળકો સહિત 17  વ્યક્તિ હોમાઇ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો છે. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. 

બેદરકારીના કારણે દૂર્ઘટના
દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઇએ. જે અપાઇ ન હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે ઠાંસીઠાંસીને બેસાડી બોટિંગ કરાવાતાં આ દુર્ઘટના ઘટી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર ચાલતા તમામ એકમો, જગ્યાઓ કે સેવાઓમાં આચરાતી ઘોર બેદરકારીના કારણે વારંવાર મોટી હોનારતો બને છે. તેવામાં આવી ઘટનાઓ રોકવા માટે બિનીત  કોટીયા જેવા કોન્ટ્રાક્ટરોને આકરીમાં આકરી સજા થાય તેવી માગ ઉઠી રહી છે.

વાંચવા જેવું: વડોદરા ટ્રેજેડી: બોટિંગ કોન્ટ્રાક્ટને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ, સામે આવ્યું બિનઅનુભવી ફૂડ કંપનીનું નામ

18 સામે ગુનો દાખલ કરાયો
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે. 

  • મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો

બીનીત કોટીયા
હિતેષ કોટીયા
ગોપાલદાસ શાહ
વત્સલ શાહ
દિપેન શાહ
ધર્મીલ શાહ
રશ્મિકાંત સી. પ્રજાપતિ
જતીનકુમાર હરીલાલ દોશી
નેહા ડી.દોશી
તેજલ આશિષકુમાર દોશી
ભીમસિંગ કુડિયારામ યાદવ
વૈદપ્રકાશ યાદવ
ધર્મીન ભટાણી
નુતનબેન પી.શાહ 
વૈશાખીબેન પી.શાહ
શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન 
અંકિત, બોટ ઓપરેટર
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ