બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Tragedy Shocking revelations about boating contract, name of inexperienced food company surfaced

હરણી દુર્ઘટના / વડોદરા ટ્રેજેડી: બોટિંગ કોન્ટ્રાક્ટને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ, સામે આવ્યું બિનઅનુભવી ફૂડ કંપનીનું નામ

Dinesh

Last Updated: 08:46 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે ખુલાસો થયો છે કે, બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું હતું જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો

  • વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે સૌથી મોટો ખુલાસો
  • મોરબી દુર્ઘટના જેવી જ બેદરકારી દાખવી હોવાનો ખુલાસો 
  • બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું 


Vadodara Harani lake boat incident: ગુજરાત માટે તારીખ 18 જાન્યુઆરીનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કારણ કે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ. અને જોત-જોતામાં માસૂમોના મોતની ચીચીયારીઓ ગુંજી ઊઠી. કાંઠે અનેક લોકો હતા. પરંતુ કોઈ કાંઈ ન કરી શક્યું અને બેજવાબદાર તંત્રની લાપરવાહીના કારણે માસૂમોનો ભોગ લેવાઈ ગયા ત્યારે આ દુર્ઘટના મામલે કેટલાક ખુલાસા પણ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, મોરબી દુર્ઘટના જેવી જ બેદરકારી દાખવી. 

કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડે  કોન્ટ્રાક્ટ અપાયો હતો
અત્રે જણાવીએ કે, બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું હતું. જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો. કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારે આ જ ફૂડ કંપનીને બોટિંગની પણ જવાબદારી સોપી દેવાઈ હતી. જો કે,  કંપારી છૂટાવી દેનારી આ ઘટનાને પગલે કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બિનિત કોટિયા રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા છે, રાજકીય વગના કારણે તેમની કંપનીને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.

જાણો સમગ્ર દુર્ઘટના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.

વાંચવા જેવું: વડોદરા બોટ ટ્રેજેડી: મોતનો આંક 17એ પહોંચ્યો, 18 વિરૂદ્ધ ગુનો દાખલ, સ્કૂલ પ્રિન્સિપાલના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત

સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો ?
પાપ્ત વિગતો મુજબ હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેના માલિક પરેશ શાહ હાવાની સૂત્રો પાપ્ત વિગતો છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે આ નિલેશ શાહે વળી કોઈ ત્રીજા જ વ્યક્તિને બારોબારીયું કર્યું હતું તેવી વિગતો સામે આવી છે. આ બધાની વચ્ચે ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Harani lake boat Harani lake boat incident Harani lake boat tragedy Vadodara news તંત્રની બેદરકારી હરણી તણાવ દૂર્ઘટના Vadodara Harani lake boat incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ