બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / A big revelation in the case of abandonment, a newborn girl in Surat

સુરત / આડા સંબંધોમાં ગર્ભવતી થયેલ સાળીને સુરત લાવ્યો બનેવી, નિષ્ઠુર માતાએ બાળકી સાથે જે કર્યું તે જાણી હેબતાઈ જશો

Kiran

Last Updated: 04:25 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં જીજાજી સાથે આડાસંબંધમાં સાળીએ બાળકીને જન્મ આપ્યો જો કે પરિવારને જાણ ન થાય તે માટે બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ફેંકી દેવાઈ, નવજાત બાળકી ક્રૂરતા સાથે ફેંકનાર ઝડપાય ગયો છે

  • નવજાત બાળકીને ત્યજવાનો મામલે મોટો ખુલાસો
  • બાળકીને ત્યજવાનો કેસ પાંડેસરા પોલીસે ઉકેલ્યો
  • પોલીસે CCTV ફુટેજના આધારે કેસ ઉકેલ્યો

આજ કાલ માસુમ બાળકોને તરછોડવાના કિસ્સાઓનું પ્રમાણ વધી ગયું છે, થોડા સમય પહેલા જ ગાંધીનગરમાં મંદિરના પ્રાગણમાં બાળક તરછોડવાનો કિસ્સા સામે આવ્યો હતો, જો કે તે ઘટનામાં પિતાએ જ બાળકને તરછોડી દેવાનું સામે આવ્યું હતું જેમાં પિતાએ બાળકની સાચી માતાની હત્યા કર્યા બાદ બાળકને તરછોડી દીધું હતું. જો કે સમગ્ર ઘટનાનું ભીનું સંકેલાયું હતા સમગ્ર મામલે સામે આવ્યો હતો ત્યારે સુરતમાં બનેલા વધુ એક ઘટનાએ ચર્ચા જગાવી છે.



 

નવજાત બાળકીને ત્યજવાનો મામલે મોટો ખુલાસો

સુરતમાં આ ઘટનામાં જીજાજી સાથે આડાસંબંધમાં સાળીએ બાળકીને જન્મ આપ્યો જો કે પરિવારને જાણ ન થાય તે માટે બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ફેંકી દેવાઈ હતી, બાળકી મળી આવ્યાની ઘટના સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં નવજાત બાળકી ક્રૂરતા સાથે ફેંકનાર ઝડપાય ગયો છે. 

બાળકીને ત્યજવાનો કેસ પાંડેસરા પોલીસે ઉકેલ્યો

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં લોહી લુહાણ હાલતમાં બાળકી મળી આવી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,જો કે બાળકીને તરછોડવાની ઘટનાને પગલે સુરત પોલીસે બાળકીના માતા પિતાની શોધ હાથ ધરી હતી જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં નિષ્ઠુર માતા અને બાળકીને ફેંકી દેનાર યુવકની ઓળખ થતા ચોંકાવનાર હકિકત સામે આવી હતી. 

પોલીસે CCTV ફુટેજના આધારે કેસ ઉકેલ્યો

બાળકીને જન્મ આપનારી માતાના સગા જીજાજી સાથે અનૈતિક સંબંધોને કારણે બાળકીનો જન્મ થયો હતો પરતું પરિવારજનોથી આ વાતને છુપાવી હતી જો કે પરિવારમાં બાળકીના જન્મને લઈને કોઈને જાણ ન થાય તે રીતે બાળકીને સગેવગે કરવાનું કાવતરુ રચવામાં આવ્યું જેમાં ગર્ભવતી માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં મુકી કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. 

નિષ્ઠુર માતાની પણ ઓળખ પોલીસે કરી 

પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાની ઘટનામાં સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો હતો,  જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. જેમાં બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશની સાળી જોડે આડાસંબધોમાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સાળી સાથેના સંબંધોની પોલ ખુલ્લી ન પડે તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચિન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાથે રહેતો હતો. 

આડા સંબંધમાં બાળકીને કચરામાં ફેંકી દેવાઈ

સા‌ળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જોકે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછવામાં આવતાં બન્ને ત્યાંથી નીકળી ગયાં હતાં. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેણે પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ના પાડી હતી પણ આખરે ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે. 

ત્યજી દેવાયેલી બાળકીની હાલત સાધારણ

મહત્વનું છે કે હાલ બાળકીની હાલત સારારણ હોવાનું સામે આવ્યું છે, બે દિવસ પહેલાં બાળકીને એક થેલીમાં, એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાઈ હતી. જો કે રાહદારી જાણ થતા તાત્કાલિક 108ને ફોન કર્યો અને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી 108માં સિવિલ લઈ જવાઈ હતી, ડોક્ટરોએ બાળકીને સારવાર શરુ કરી હતી જેમાં બાળકીની હાલત સાધારણ હોવાનું જણાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ