બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / A big revelation about the mysterious blast at a mobile shop in Rajkot

ખુલાસો / રાજકોટમાં મોબાઇલની દુકાનમાં રહસ્યમય બ્લાસ્ટ અંગે મોટો ઘટસ્ફોટ: સામે આવ્યું YouTube કનેક્શન, કારણ જાણી આંચકો લાગશે

Malay

Last Updated: 09:48 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો છે.

 

  • મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે મોટો ઘટસ્ફોટ
  • દેશી બોમ્બ બનાવીને કરાયો હતો બ્લાસ્ટ
  • પોલીસે મહિલા સહિત ત્રણની અટકાયત કરી

રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ યુટ્યુબ ઉપરથી વીડિયો જોઇને ટાયમર બોમ્બ બનાવ્યો હતો. થોડા દિવસ અગાઉ મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. જે મહિલાએ પાર્સલ મુક્યું હતું તેની અટકાયત કરતા સમગ્ર હકીકત સામે આવી છે. પોલીસે મહિલા સહિત 3ની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ગત 06 એપ્રિલના રોજ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોડી સાંજના સમયે એક અજાણી મહિલા મોબાઈલનું કવર લેવા માટે આવી હતી, જે એક પાર્સલ મુકીને જતી રહી હતી. વધુ સમય વીતવા છતાં મહિલા પરત આવી નહોતી, જેથી દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જે બાદ મોડી રાત્રે પાર્સલમાંથી અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગની ઘટનામાં દુકાનમાં મોટું નુકસાન થયું હતું. 

પોલીસે લીધી હતી FSLની મદદ 
આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે FSLની મદદ પણ લેવામાં આવી હતી. મહિલા જે પાર્સલ મુકીને ગઈ હતી તેમાં રમકડાની કાર હતી. જેના રમકડાની કારના ભૂકાનો કેટલોક ભાગ ગાંધીનગર એફએસએલ કચેરી ખાતે વધુ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા હતા. 

મહિલાની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાનમાં પાર્સલ મુકી દેનારી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની પૂછપરછમાં સામે આવ્યું કે, યુટયુબના માધ્યમથી ટાઇમર બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ