બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 90 percent farmers do not support farmers protest claims BCI

નિવેદન / 90% ખેડૂતો કૃષિ આંદોલનના સમર્થનમાં નથી, હવે આંદોલન અટકાવી દેવું જોઈએ: આ જ્યુડીશ્યરી સંસ્થાએ આપ્યું મોટું નિવેદન

Published By: Shalin

Last Updated: 02:55 PM, 14 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ઐતિહાસિક પગલું ગણાવી, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 90 ટકા "શાંતિપૂર્ણ ખેડૂતો" આંદોલન ચાલુ રાખવાના પક્ષમાં નથી.

આ ઉપરાંત BCIએ આંદોલનની આડમાં કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે તેવી પણ વાત કરી હતી. 

"90 ટકા શાંતિપ્રિય ખેડૂતો સુપ્રીમ કોર્ટના સ્ટે હુકમ પછી આંદોલન ચાલુ રાખવાની તરફેણમાં નથી"

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનનકુમાર મિશ્રાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ જાણે છે કે 90 ટકા શાંતિપ્રિય ખેડૂતો સુપ્રીમ કોર્ટના સ્ટે હુકમ પછી આંદોલન ચાલુ રાખવાની તરફેણમાં નથી, પરંતુ દેશનું અહિત કરવા ઇચ્છતા વ્યક્તિઓ છે જે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

"સમજદાર નાગરિકોએ ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટના આદેશની પ્રશંસા કરવી જોઈએ"

મિશ્રાએ કહ્યું કે દેશના સમજદાર નાગરિકોએ ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટના આદેશની પ્રશંસા કરવી જોઈએ. તેમણે કહ્યું, "આપણી સુપ્રીમ કોર્ટે લીધેલું પગલું ઐતિહાસિક પગલું છે અને તે રાષ્ટ્રનાં હિતમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશનો ઉદ્દેશ સૌથી પહેલા પ્રદર્શનકારી વૃદ્ધો, મહિલાઓ, બાળકોને કઠોર ઠંડી અને કોરોનાથી બચાવવાનો છે. લાંબા આંદોલન અને તીવ્ર ઠંડીને કારણે અને આત્મહત્યાને કારણે પોતાનો જીવ ગુમાવનારા વૃદ્ધ લોકોના મોતને ધ્યાનમાં રાખીને આ આદેશ આપવામાં આવ્યો છે."

"સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કેટલાક રાજકારણીઓએ કરેલી બેજવાબદાર ટિપ્પણીઓ સૌથી દુર્ભાગ્યપૂર્ણ"

તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહેલા ત્રણ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ખેડૂતોએ તેમના આંદોલનનો અંત લાવવો જોઈએ. 

BCIના અધ્યક્ષે કહ્યું કે, "ભારતની સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કેટલાક રાજકારણીઓએ કરેલી બેજવાબદાર ટિપ્પણીઓ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈપણ સંવેદનશીલ રાજકારણી પાસેથી આ પ્રકારની પાયાવિહીન ટિપ્પણી કરવાની અપેક્ષા નથી. આવી ટિપ્પણીઓ એવું સાબિત કરી રહી છે કે મુઠ્ઠીભર રાજકારણીઓ ફક્ત તેમની હિતો પૂરી કરવા માટે આપણી સંસ્થાઓ અને રાષ્ટ્રને નબળા બનાવવાની તૈયારીમાં છે."

"સમિતિની રચના સામે કોઈ વાંધો હોય તો સુપ્રીમ કોર્ટમાં અનુરોધ કરો"

તેમણે આગળ કહ્યું, "પ્રામાણિક, વફાદાર અને સમજદાર નાગરિકોએ હવે આંદોલનકારી ખેડૂતોને સર્વોચ્ચ અદાલતના અંતિમ ચુકાદા સુધી પોતાનું આંદોલન સમાપ્ત કરવા સમજાવવું જોઈએ. અમે સમજી નથી શકતા કે જે લોકો મીડિયામાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા હતા તેઓ આજે કોર્ટ સમક્ષ હાજર થઈ રહ્યા નથી."

"કાયદાને અનુસરતા બધા નાગરિક માટે એકમાત્ર ઉપાય છે કે જો સમિતિની રચના સામે કોઈ વાંધો હોય તો તેઓ આ હુકમમાં સુધારો કરવા સુપ્રીમ કોર્ટને અનુરોધ કરે. પરંતુ કેટલાક લોકો કહેવાતી સમસ્યાનું સમાધાન નથી ઇચ્છતા, તેના બદલે તેમનો એકમાત્ર હેતુ આંદોલનમાંથી લાભ લેવો અને આંદોલનકારી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો છે."

સંકળાયેલા મુદ્દાઓ

Bar Council Supreme Court farmers protest ખેડૂત આંદોલન બાર કાઉન્સિલ સુપ્રીમ કોર્ટ farmers protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ