બ્રેકિંગ ન્યુઝ
ભારતની સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંક આ વર્ષે જાન્યુઆરીથી ધીરે ધીરે હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ વધારી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગયા વર્ષે એપ્રિલથી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આજે પણ આરબીઆઈની પોલિસી છે તેમાં પણ રેપો રેટમાં ફેરફારની આશા નથી.
ADVERTISEMENT
.jpg)
એવામાં હોમ લોન પર વ્યાજદર ઓછો કરવાની કોઈ સંભાવના નથી. જો તમે હોમ લોન લઈને રાખેલી છે અને ઈએમઆઈ ચુકવવામાં મુશ્કેલી થઈ રહી છે અને જલ્દી તેનાથી છુટકારો મેળવવો છે તો અમુક ઉપાય કરી શકો છો.
ADVERTISEMENT
પૈસા ભેગા કરીને ચુકવણી કરો
હોમ લોન જલ્દી ચુકવવા માંગો છો તો લોન લેતા પહેલા જેટલું વધારે બની શકે તેટલું ડાઉન પેમેન્ટ ભરી દો. જેનાથી લોન વખતે વ્યાજ ઓછુ આપવું પડે. ઈએમઆઈ પણ ઓછી આવશે.
ટૂંકી લોનની મુદત પસંદ કરો
હોમ લોન 20 વર્ષ માટે લેવાની જગ્યા પર 15 વર્ષ માટે પસંદ કરો. આમ કરવાથી વધારે ઈએમઆઈ ચુકવવું પડશે પરંતુ તમે લોનની ચુકવણી જલ્દી કરી શકશો અને વ્યાજ પર બચત પણ થશે.
ADVERTISEMENT

એક્સ્ટ્રા મંથલી પેમેન્ટ કરો
દર મહિને ઈએમઆઈની સાથે અમુક રકમ એક્સ્ટ્રા ચુકવો. દર મહિને થોડુ વધારે યોગદાન કરવાથી લોનની મૂડી ખૂબ જ ઓછી થઈ જશે અને રીપેમેન્ટ સમય ઓછો થઈ જશે.
ADVERTISEMENT
દ્વિ-સાપ્તાહિક ચુકવણીના વિકલ્પ
અમુક બેંક દ્વિ-સાપ્તાહિક ચુકવણીની પરવાનગી આપે છે. તેનાથી તમારા દ્વારા વાર્ષિક કરવામાં આવતી ચુકવણીની સંખ્યા વધી જાય છે. જેનાથી રિપેમેન્ટ પ્રક્રિયા સરળ થઈ જાય છે.
ઓછા વ્યાજ દર પર લોન ટ્રાન્સફર કરો
તમે જે બેંકથી હોમ લોન લીધી છે અને તે વધારે વ્યાજ વસુલ કરી રહી છે તો ઓછા વ્યાજ માટે કોઈ નવી બેંકમાં પોતાની હોમ લોનને ટ્રાન્સફર કરો. તેનાથી તમારી માસિક ચુકવણી અને લોન સમય વખતે ચુકવણી કરેલા કુલ વ્યાજમાં ઘણો ઘટાડો જોવા થઈ શકે છે.
ADVERTISEMENT

બોનસના પૈસા લોન ચુકવવામાં ઉપયોગ કરો
જો તમને બોનસ, ટેક્સ રિફંડ અથવા તો ક્યાંક બીજેથી પૈસા મળે છે તો તેને પોતાની હોમ લોન ચુકવવામાં ઉપયોગ કરો. તેનાથી તમારી બાકી રકમ ઓછી થઈ જાય છે અને તમારા વ્યાજ પર બચત થાય છે.
ADVERTISEMENT
બીજી કોઈ લોન ન લો
તમારી હોમ લોન ચુકવતી વખતે બીજુ કોઈ દેવું લેવાથી બચો. આ તમને નાણાકીય બોજથી બચાવવામાં મદદ કરશે.
પોતાના બજેટની નિયમિત સમીક્ષા કરો
સતત પોતાના બજેટનું આકલન કરો અને તે ક્ષેત્રોની ઓળખ કરો જ્યાં તમે ખર્ચ ઓછો કરી શકો છો. તેનાથી તમારા પૈસા વધશે અને સરળતાતી હોમ લોન ચુકાવી શકશો.

પોતાના બેંક પાસેથી સંપર્કમાં રહો
પોતાની લોનના પ્રિપેમેન્ટના લાભો વિશે પોતાને અપડેટ રાખો. પોતાની બેંક પાસે સલાહ લો અને બેસ્ટ વિકલ્પની પસંદગી કરો. આ ઉપાય કરી તમે જલ્દી હોમ લોનના બોજામાંથી મુક્ત થઈ શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.