બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 8 most expensive belts of the world roland iten gucci stefano ricci hermes entriviere among

OMG / બાપ રે.! દુનિયાના 8 સૌથી મોંઘા પટ્ટા, તેમાં સૌથી સસ્તાવાળો 1 લાખનો, રૂપિયા વાળાને પણ લેવામાં છુટે છે પરસેવો

Published By: Bijal Vyas

Last Updated: 07:13 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમીરોના શરીર પર સૌથી મોંઘી વસ્તુ જોવામાં આવે છે, તો તે ઘણીવાર કપડાં નહીં પરંતુ તેની સાથે પહેરવામાં આવતી એક્સેસરીઝ પણ હોય છે. જેમ કે ઘડિયાળ, વીંટી અથવા બેલ્ટ.

  • મગરના ચામડામાંથી બનાવેલ બેલ્ટ કિંમત અંદાજે 95000 હજાર છે.
  • Billionaire Coutureની સૌથી મોંઘી વસ્તુઓમાંથી એક છે
  • Gucci કંપનીએ આ બેલ્ટમાં પ્લેટિનમ અને ડાયમંડનો ઉપયોગ કર્યો છે.

world most expensive belts: જેની પાસે પૈસા હોય છે તે પોતાના કપડા દ્વારા દેખાડો કરવામાં અચકાતા નથી. તે પોતાના કપડા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. જો કે, જો અમીરોના શરીર પર સૌથી મોંઘી વસ્તુ જોવામાં આવે છે, તો તે ઘણીવાર કપડાં નહીં પરંતુ તેની સાથે પહેરવામાં આવતી એક્સેસરીઝ પણ હોય છે. જેમ કે ઘડિયાળ, વીંટી અથવા બેલ્ટ. તો આવો અહીં એવા 8 બેલ્ટ વિશે જણીએ, જેની કિંમત જોઈને અમીર લોકો પણ તેને ખરીદતા પહેલા બે વાર વિચાર કરશે.

1. Versace Palazzo Croc Leather Belt- આ બેલ્ટ પુરુષો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે ઇટાલીમાં હાથથી તૈયાર કરવામાં આવે છે. આ પટ્ટો મગરના ચામડામાંથી બનાવવામાં આવે છે. તેની કિંમત $1,150 છે, જે ભારતીય ચલણમાં અંદાજે 95000 હજાર છે.

2. Ralph Lauren Alligator Sterling Buckle Belt- આ પટ્ટો ઇટાલીમાં પણ હાથથી બનાવેલો છે. તે મગર ત્વચામાંથી બનાવવામાં આવે છે, તેનું બકલ પ્લેટિનમનું છે. તેની કિંમત 1850 ડોલર એટલે કે 1.52 લાખ રૂપિયાથી વધુ છે.

3. Santos de Cartier belt- આ સ્ટ્રેપ બ્લેક  મગરના ચામડાથી બનેલો છે. તેમાં પ્રીમિયમ મટેરિયલ અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 2690 ડોલર છે, જે ભારતીય ચલણમાં 2.22 લાખ રૂપિયા છે.

4. Billionaire Italian Couture Alligator- આ Billionaire Coutureની સૌથી મોંઘી વસ્તુઓમાંથી એક છે. તે પરંપરાગત ઇટાલિયન પેટર્નમાં મગર ત્વચામાંથી બનાવવામાં આવે છે. તેનું બકલ ચાંદીનું છે. તેની કિંમત 2850 ડોલર અથવા 2.35 લાખ રૂપિયા છે.

5. Hermes Ent riviere Constance belt buckle and leather strap- મગરના ચામડામાંથી બનાવેલ, આ પટ્ટાના બકલને પેલેડિયમ પ્લેટેડ મેટલમાંથી બનાવવામાં આવે છે. આ એક કસ્ટમાઇઝ બેલ્ટ છે. તેની કિંમત $5,260 અથવા 4.34 લાખ રૂપિયા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Roland Iten (@rolanditen)

6. Stefano Ricci- આ વિશ્વના સૌથી મોંઘા 3 બેલ્ટમાંથી એક છે. તેની કિંમત $1,24,000 અથવા 1.02 કરોડ રૂપિયા છે. આ બેલ્ટનું બકલ 18 કેરેટ સોનાનું બનેલું છે અને તેના પર હીરા જડેલા છે.

7. Gucci Diamond Belt- આ બેલ્ટની કિંમત $2,56,970 અથવા 2.12 કરોડ રૂપિયા છે. કંપનીએ આ બેલ્ટમાં પ્લેટિનમ અને ડાયમંડનો ઉપયોગ કર્યો છે. આ પટ્ટામાં 30-કેરેટનો હીરો છે જે કંપનીના સિંબલ Gની ઉપર મૂકવામાં આવ્યો છે.

8. Roland Iten Calibre R822 Predtor- 2011માં કંપનીએ દુનિયાની સૌથી મોંઘી બેલ્ટ બકલ બનાવવા માટે બુગાટી સાથે હાથ મેળવ્યા હતા. તે હાઇ એન્ડ ટાઇટેનિયમ પર બનાવવામાં આવ્યું છે. તેમાં સફેદ સોનાના બકલ પર લાલ સોનું જડેલું છે. બકલ પર કુલ 14.15 કેરેટના હીરા જડેલા છે. તેની કિંમત $4,00,000 અથવા 3.30 કરોડ રૂપિયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG world most expensive belts એક્સેસરીઝ જાણવા જેવુ બિઝનેસ ન્યુઝ લાઇફસ્ટાઇલ સૌથી મોંઘા બેલ્ટ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ