બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / 8 lakh people will die of cancer in India in 2022! Women at highest risk, adopt this remedy for protection

ચોંકાવનારો રિપોર્ટ / બાપ રે... ભારતમાં કેન્સરથી 2022માં 8 લાખ લોકોના મોત! સૌથી વધુ જોખમ મહિલાઓને, અપનાવો બચાવ માટે આ ઉપાય

Megha

Last Updated: 03:45 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્સરના જોખમો અંગે તાજેતરની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે  જો સમયસર તપાસ અને ઝડપી નિદાન કરવામાં આવ્યું હોત તો દેશમાં મહિલાઓના કેન્સર સંબંધિત 63% મૃત્યુને અટકાવી શકાયા હોત.

  • કેન્સરનું જોખમ લગભગ તમામ ઉંમરના લોકોમાં જોવા મળ્યું છે
  • સ્તન અને સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેસ
  • કેન્સરમાં સમયસર તપાસ અને ઝડપી નિદાન જરૂરી 
  • કેન્સર એ સ્ત્રીઓમાં મૃત્યુદરનું મુખ્ય કારણ છે

વિશ્વભરમાં કેન્સર બાબતે અનેક સ્ટડી કરવામાં આવી છે જે ખૂબ જ ડરામણી છે. કેન્સરનું જોખમ લગભગ તમામ ઉંમરના લોકોમાં જોવા મળ્યું છે. સ્તન અને સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેસ છે, જ્યારે ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી વધુ નોંધાયેલા કેસો છે. 

આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ, નહીં રહે 'કેન્સર'નું નામોનિશાન/  health 5 minutes vigorous activity everyday reduce cancer risk by 32  percent new study reveals

કેન્સરમાં સમયસર તપાસ અને ઝડપી નિદાન જરૂરી 
તાજેતરમાં કેન્સર બાબતે એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2022માં કેન્સરને કારણે આઠ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે 14.61 લાખથી વધુ લોકોને કેન્સર હોવાનું નિદાન થયું હતું. કેન્સરના જોખમો અંગે તાજેતરના અહેવાલમાં વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું હતું કે જો સમયસર તપાસ અને ઝડપી નિદાન કરવામાં આવ્યું હોત તો દેશમાં મહિલાઓમાં કેન્સર સંબંધિત 63% મૃત્યુને અટકાવી શકાયા હોત. નોંધનીય છે કે કેન્સરનું જેટલું વહેલું નિદાન થાય તેટલી જ બચવાની શક્યતાઓ વધી જાય છે.

કેન્સરના કારણે થતા મૃત્યુમાં 28 ટકાનો વધારો 
વધુ એક રિપોર્ટ અનુસાર અનુસાર વર્ષ 1990થી 2019 સુધીમાં કેન્સરના કેસ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થઈ ગયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્સરના કારણે થતા મૃત્યુમાં 28 ટકાનો વધારો થયો છે. વિશ્વભરના 204 દેશોમાં 29 પ્રકારના કેન્સરના દર્દીઓ વિશે જાણવા મળ્યું છે.

સ્ત્રીઓમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે
કેન્સરને કારણે મૃત્યુ અને તેના જોખમો અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આપણે કેન્સરના જોખમો પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. હાલ મોટાભાગના કિસ્સાઓમાં કેન્સરનું નિદાન ત્યારે જ કરવામાં આવે છે જ્યારે રોગ ગંભીર તબક્કામાં પહોંચે છે. આ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે એક મોટું જોખમ છે.

આ 2 કારણોને કારણે થઈ શકે છે કેન્સર, સંશોધનમાં થયેલા મોટા ખુલાસાની  વિશ્વભરમાં ચર્ચા | study found that two major reason smoking and family  history for cancer

કેન્સર એ સ્ત્રીઓમાં મૃત્યુદરનું મુખ્ય કારણ છે
વર્ષ 2020માં 50 વર્ષથી ઓછી ઉંમરના 30 લાખ પુખ્ત વયના લોકોમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેમાં દર ત્રણમાંથી બે મહિલાઓ હતી. કેન્સર એ સ્ત્રીઓમાં મૃત્યુદરનું મુખ્ય કારણ છે. આનાથી બચવા માટેના પગલાં લેવાનું ચાલુ રાખવું ખૂબ જ જરૂરી છે. ટીમે મહિલાઓમાં આ રોગના વધતા જોખમને સમજવાનો પ્રયાસ કર્યો હતો, જે મુજબ કેન્સર માટેના ચાર મુખ્ય જોખમી પરિબળો- તમાકુ, આલ્કોહોલ, સ્થૂળતા અને ચેપ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.

સ્તન અને સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે. દર વર્ષે, 70 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 300,000 મહિલાઓ ફેફસાના કેન્સરને કારણે મૃત્યુ પામે છે અને 1.60 લાખ મહિલાઓ કોલોરેક્ટલ કેન્સરને કારણે મૃત્યુ પામે છે.  

40 વર્ષની ઉંમર પછી દર વર્ષે વાર્ષિક મેમોગ્રામ કરાવવો
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, મહિલાઓએ 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે વાર્ષિક મેમોગ્રામ કરાવવો જોઈએ. સ્તન કેન્સર માટે ઉચ્ચ જોખમ ધરાવતી સ્ત્રીઓને અગાઉ સ્ક્રીનીંગ શરૂ કરવાની જરૂર પડી શકે છે. 30 વર્ષની ઉંમર સુધીમાં તમારા જોખમ વિશે ડૉક્ટર સાથે વાત કરવી શ્રેષ્ઠ છે. 

cancer | VTV Gujarati

તંદુરસ્ત જીવનશૈલી જાળવવી પણ મહત્વપૂર્ણ 
ડૉક્ટરનો માનવું છે કે સમયસર પરીક્ષણ કેન્સરને કારણે થતા જોખમોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત બધા લોકો માટે યોગ્ય જીવનશૈલી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું, હાનિકારક યુવી રેડિયેશન ટાળવું અને વજન નિયંત્રણમાં રાખવું. આ હેલ્થી લાઈફસ્ટાઈલ તમને કેન્સર અને અન્ય ઘણી લાંબી રોગોના જોખમોથી બચાવી શકે છે. તમામ લોકો માટે નાની ઉંમરથી જ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ