બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission da hike by 3 percent once again from october see the calculation cpc

તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓને આ મહિનાની સેલેરીમાં થશે બમ્પર ફાયદો, કેલ્ક્યુલેશનમાં જુઓ કેટલો વધીને આવશે પગાર

Arohi

Last Updated: 05:24 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3% વધાર્યા બાદ મોંઘવારી ભથ્થુ 31 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં એક વખત ફરી વધારો થયો છે.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
  • મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
  • નવેમ્બરમાં વધીને આવશે બમ્પર સેલેરી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. આ મહિને કર્મચારીઓની સેલેરી વધીને આવવાની છે. હકીકતે 28% ડીએ વધારા બાદ એક વખત ફરી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી કર્મચારીઓને 3% વધારે ડીએની સાથે કુલ 31 ટકા મોંઘવાપી ભથ્થુ મળશે. એટલે કે નવેમ્બરની સેલેરી વધીને આવશે. 

મહત્વનું છે કે લાંબી રાહ બાદ, કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 17 ટકા વધારીને 28 ટકા કરી દીધુ છે. પછી 3% ડીએનો બીજો વધારો કરવામાં આવ્યો. ત્યાર બાદ કુલ ડીએ 31% થઈ ગયું છે. 

31% થઈ ગયું છે મોંઘવારી ભથ્થુ 
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 31% થઈ ગયું છે તેના પહેલા મોંઘવારી ભથ્થુ 28 ટકા હતું. હવે કર્મચારીઓની નવેમ્બરની સેલેરીમાં બમ્પર વધારો થશે. આ મહિને કર્મચારીઓની સેલેરી 3% વધતા ડીએની સાથે આવશે. આવો જોઈએ કે 28% ડીએની તુલનામાં 31% ડીએની સાથે કર્મચારીઓની સેલેરી કેટલી વધશે?  

31% DA પર કેલ્ક્યુલેશન  
3 ટકા મોંઘવારી ભથ્થુ વધ્યા બાદ, કુલ DA 31% થઈ ગયું છે. હવે 18,000 રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થુ 66,960 રૂપિયા થશે. પરંતુ અંતરની વાત કરવામાં આવે તો સેલેરીમાં વાર્ષિક વધારો 6,480 રૂપિયા થશે. 

ઓછામાં ઓછી બેસિક સેલેરી પર કેલ્ક્યુલેશન  

  • કર્મચારીની બેસિક સેલેરી- 18000 રૂપિયા 
  • નવું મોંઘવારી ભથ્થુ (31%)- 5580 રૂપિયા/ મહિને 
  • અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થુ (28%)- 5040 રૂપિયા/ મહિને 
  • કેટલું વધ્યું મોંઘવારી ભથ્થુ- 5580-5040= 540 રૂપિયા/ મહિને
  • વાર્ષિક સેલેરીમાં વધારો-  540X12= 6,480 રૂપિયા 

વધુમાં વધુ બેસિક સેલેરી પર કેલ્ક્યુલેશન 

  • કર્મચારીની બેસિક સેલેરી- 56900 રૂપિયા 
  • નવું મોંઘવારી ભથ્થુ (31%)- 17639રૂપિયા/ મહિને 
  • અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થુ (28%)- 15932 રૂપિયા/ મહિને 
  • કેટલું વધ્યું મોંઘવારી ભથ્થુ- 17639-15932= 1,707 રૂપિયા/ મહિને
  • વાર્ષિક સેલેરીમાં વધારો-  1,707 X12= 20,484 રૂપિયા 

સંકળાયેલા મુદ્દાઓ

7મું પગાર પંચ cpc da hike કેન્દ્રીય કર્મચારીઓ પગાર વધારો સેલેરી 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ