બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission da central government employees salary hike arrear payment dearness allowance

ફાયદાની વાત / કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશખબર, વધી જશે 20 હજાર પગાર, જાણો ક્યારથી મળશે લાભ

Arohi

Last Updated: 12:31 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 હજારથી વધારે વધી જશે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરી

  • કેન્દ્રીય કર્મચારીઓને લઈને મોટી ખબર 
  • દિવાળીની આસપાસ મળી શકે છે ફાયદો 
  • જાણો સેલેરી કેલ્યુલેશ 

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનો (Pensioners)ની રાહ હવે પુરી થવાની છે. ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થાને લઈને (Dearness Allowance)ને લઈને ગુડ ન્યુઝ મળી શકે છે. આવનાર દિવસોમાં હવે 3 ટકા મોંઘવારી ભથ્થા વધશે. જે કન્ફોર્મ થઈ ચુક્યું છે. લેબર બ્યુરોના જુલાઈ 2021ના આંકડા આવી ચુક્યા છે. તેમાં 1.1 પોઈનો વધારો થઈ ગયો છે. આંકડાને 317 બજારથી રિટેલ પ્રાઈઝથી કેલક્યુલેટ કર્યા બાદ જાહેર કરવામાં આવ્યા છે. All India Consumer Price Index for Industrial Workers (AI CPI-IW) માં જુલાઈ 2021માં 1.1 પોઈન્ટ વધ્યો છે. હવે તે વધીને 122.8 પર પહોંચી ગયો છે. તેના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં કર્મચારીઓના DAમાં વધારો થવાનો છો. 

દિવાળીની આસપાસ મળી શકે છે ફાયદો 
હાલના સમય અનુસાર AICPIમાં 1.1 ટકા વધારાનો સારો માનવામાં આવી રહ્યો છે. જૂનમાં પણ AICPI ઈન્ડેક્સ 1.1 પોઈન્ટ વધ્યો હતો. જૂનમાં ઈન્ડેક્સ 121.7 પર હતો, જે જુલાઈના આંકડાથી 122.8 પર પહોંચી ગયો છે. જૂન-જુલાઈ 2021ના AICPIના આંકડામાં સ્પષ્ટ છે કે આવનાર દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને DA Hike મળશે.  હાલ DAની ચુકવણી 28 ટકાના દરે થઈ રહી છે. તે વધીને 31 ટકા સુધી પહોંચી જશે. આટલો ફાયદો કર્મચારીઓને દિવાળીના આસપાસ મળશે. સરકાર ઓક્ટોબરના અંત સુધી તેની જાહેરાત કરી શકે છે. 

કેટલી વધશે સેલેરી? 
કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1ની સેલેરી રેન્જ ઓછામાં ઓછી 18,000 રૂપિયા પર કેલ્યુલેશન

કર્મચારીની બેસિક સેલેરી            18000 રૂપિયા 
નવું મોઘવારી ભથ્થુ (31%)        5580 રૂપિયા/ મહિને  
અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ(28%)         5040 રૂપિયા/ મહિને  
કેટલું મોંઘવારી ભથ્થુ વધ્યું        5580-5040= 540રૂપિયા/ મહિને  
વાર્ષિક સેલેરીમાં વધારો             540*12= 6480 રૂપિયા 

-31%  મોંઘવારી ભથ્થા પર લેવલ-1ની ઓછામાં ઓછી બેસિક સેલેરી 56900 રૂપિયા પર કેલક્યુલેશન 
કર્મચારીની બેસિક સેલેરી            56900 રૂપિયા 
નવું મોઘવારી ભથ્થુ (31%)        17639 રૂપિયા/ મહિને  
અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ(28%)         15932 રૂપિયા/ મહિને  
કેટલું મોંઘવારી ભથ્થુ વધ્યું        17639-15932= 1707રૂપિયા/ મહિને  
વાર્ષિક સેલેરીમાં વધારો             1707*12= 20484 રૂપિયા 

6 મહિનામાં રિવાઈઝ થાય છે DA 
જૂન 2021ના નવા DAમાં 3% વધારો આવવાની આશા છે. ત્યાર બાદ DA વધીને 31% સુધી પહોંચી જશે. DAમાં પેમેન્ટ 28 ટકાના હિસાબથી થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ તેને દર 6 મહિનામાં Revise કરે છે. તેટલું કેલક્યુલેશન બેસિક પેના આધાર માનીને ટકામાં થાય છે. હજુ પણ કર્મચારીઓ અને પેન્શનરોને અલગ અલગ DA મળી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission Central Government DA Salary hike allowance  employees કેન્દ્રીય કર્મચારી ખુશખબર પગાર વધારો સેલેરી 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ