7th Pay Commission: Basic Salary of Govt Employees to Increase Confirmed
મોટી ખુશખબર /
મોંઘવારીમાં કર્મચારીઓની દરકાર ! સરકાર આપશે 5 ટકા DA વધારો, જુલાઈથી આટલી વધીને આવી શકે સેલેરી
Team VTV12:33 PM, 11 Jun 22
| Updated: 12:37 PM, 11 Jun 22
કેન્દ્ર સરકાર ડીમાં 5 ટકા વધારો કરી રહી છે જેને કારણે કર્મચારીઓના પગારમાં 34000 રૂપિયાનો વધારો થશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર
DAમાં થશે 5 ટકા વધારાની સંભાવના
જુલાઈના પગારમાં આવી શકે 34000 રૂપિયાનો વધારો
મોંઘવારીમાં કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓની દરકાર લેતી હોય છે અને તે અનુસાર વારેતહેવાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપતી હોય છે. હવે એવા સમાચાર આવ્યાં છે કે સરકાર જુલાઈમાં કર્મચારીઓને 5 ટકા ડીએ વધારો આપી શકે છે.
સેલેરીમાં આવશે 34000 રૂપિયાનો વધારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ વખતે ડીએમાં પૂરા 5 ટકાનો વધારો કરી શકે છે. જો 5 ટકાનો વધારો થશે તો તમારી સેલરીમાં લગભગ 34000 રૂપિયાનો વધારો થશે.
AICPI આંકડા પરથી જાણકારી મળી
ઉલ્લેખનીય છે કે એઆઈસીપીઆઈ ડેટાથી મળેલી જાણકારી મોંઘવારી ભથ્થામાં વધારો એઆઈસીપીઆઈના આંકડા મુજબ છે. આ આંકડા પરથી જ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે. એઆઈસીપીઆઈ ઈન્ડેક્સ મુજબ માર્ચ 2022માં તેમાં ઉછાળો જોવા મળ્યો છે, જે આ વખતે કર્મચારીઓને 5 ટકા વધેલા ભથ્થાની ભેટ માનવામાં આવી રહી છે.
કર્મચારીઓનું ડીએ 34 ટકાથી વધીને 39 ટકા થઈ શકે
જો સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરશે તો કર્મચારીઓના ડીએ 34 ટકાથી વધીને 39 ટકા થઈ જશે. સરકાર વર્ષમાં બે વાર દામાં વધારો કરે છે. જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થુ વધે છે. એપ્રિલમાં 127ને પાર કરી ગયેલા ઇન્ડેક્સમાં 2022ની શરૂઆતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે સતત વધી રહ્યો છે.જાન્યુઆરીમાં તે 125.1 હતો, ફેબ્રુઆરીમાં તે 125 હતો અને માર્ચમાં તે 126 હતો. તે જ સમયે, જો એપ્રિલમાં આ ડેટા 127.7 પર રહ્યો છે. જો મે અને જૂનમાં તે 127થી ઉપર રહે છે તો સરકાર ડીએમાં 5 ટકાનો વધારો કરી શકે છે.