બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission 18 months da arrear update under central govt employees da cpc

અપડેટ / 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 18 મહિનાના DA એરિયર પર નવું અપડેટ

Premal

Last Updated: 06:23 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષ 2021 સારું રહ્યું છે. પહેલાં 28 ટકા ડીએ બાદ 31 ટકા મોંઘવારી ભથ્થાને પણ સ્વીકૃતિ મળી ગઇ છે. પરંતુ હજી પણ એક મોરચા પર કર્મચારીઓને નિરાશા સાંપડી છે. પરંતુ કર્મચારીઓના 18 મહિનાના એરિયરને લઇને હજી સુધી આશા પૂરી થઇ નથી.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
  • પહેલાં 28 ટકા ડીએ બાદ 31 ટકા મોંઘવારી ભથ્થાને પણ સ્વીકૃતિ મળી
  • કર્મચારીઓના 18 મહિનાના એરિયરને લઇને હજુ આશા પૂરી થઇ નથી

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

સરકારે જ્યારે મોંઘવારી ભથ્થાને લઇને જાહેરાત કરી હતી ત્યારે કહ્યું હતુ કે તેમને વધેલુ મોંઘવારી ભથ્થુ જ મળશે. પરંતુ એરિયર પર સરકારે અત્યારે ના પાડી  દીધી હતી. ઉલ્લેખનીય છે કે,  7th Pay Commission હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા ડીએ સિવાય ઘણાં મોટા ફાયદા આપ્યાં છે. પરંતુ ડીએ એરિયરનો મામલો 18 મહિનાથી લટકેલો છે. નેશનલ કાઉન્સિલ ઑફ જોઈન્ટ કન્સલ્ટેટીવ મશીનરીના સેક્રેટરીએ જણાવ્યું, કાઉન્સિલે સરકાર સમક્ષ માગ રાખી છે કે ડીએ પુન:સ્થાપિત કરતી વખતે 18 મહિનાથી પેન્ડીંગ ડીએ એરિયરને પણ વન ટાઈમ સેટલમેન્ટ કરી દેવામાં આવશે.

કર્મચારીઓ હજી પણ પોતાની માગ પર અડગ 

નેશનલ કાઉન્સિલ ઑફ JCM, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને નાણાં મંત્રાલય વચ્ચે બાકી રકમ અંગે વાતચીત થઇ. જોકે, કોઈ યોગ્ય પગલાં ઉઠાવવામાં આવ્યાં નહીં. કર્મચારીઓ હજી પણ પોતાની માગ પર અડગ છે અને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, આશા છે કે ડિસેમ્બરમાં ક્રિસમસ પહેલાં કેબિનેટ સેક્રેટરીની સાથે આ અંગે ચર્ચા થઇ શકે છે. ખર્ચ વિભાગના વાર્ષિક રિપોર્ટ મુજબ, દેશમાં કુલ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ છે અને અંદાજે 60 લાખ પેન્શનધારકો છે. 

2 લાખથી વધુ મળશે એરિયર

નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમના સેક્રેટરી મુજબ, લેવલ-1ના કર્મચારીઓનું DA એરિયર 11,880 રૂપિયાથી લઇને 37,554 રૂપિયાની વચ્ચે થાય છે. જ્યારે લેવલ-13 (7th CPC બેસિક પે-સ્કેલ 1,23,100 થી 2,15,900 રૂપિયા) અથવા લેવલ-14 માટે ગણતરી કરવામાં આવશે. તો એક કર્મચારીના હાથમાં DA એરિયરની 1,44,200 થી 2,18,200 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission Dearness Allowance central employees dearness relief 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ