બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 7th annual student visa day was celebrated in the presence of 3500 indian applicants and Ambassador Eric Garcetti

US Mission / અમેરિકા જવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! વિઝાને લઈને આવ્યા મોટા સમાચાર, શું ગયા વર્ષનો પણ રેકૉર્ડ તૂટશે?

Vaidehi

Last Updated: 05:05 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Student Visa: ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો 7મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો જેમાં અધિકારીઓએ આશરે 3500 ભારતીય સ્ટુડન્ટ્સે વીઝા અરજદારોની મુલાકાત લીધી.

  • આજે સ્ટુડન્ટ્સ વીઝા ડેની થઈ ઊજવણી
  • US એમ્બેસેડર એરિક ગાર્સેટીએ આપી હાજરી
  • 3500થી વધારે ભારતીય સ્ટુડન્ટ્સ વીઝા અરજદારો જોડાયા

ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો 7મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો. આ દરમિયાન દિલ્હી, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકત્તા અને મુંબઈમાં હાજર અધિકારીઓએ આશરે 3500 ભારતીય સ્ટૂડેન્ટ વીઝા અરજદારોની મુલાકાત લીધી. એમ્બેસેડર એરિક ગાર્સેટીએ દેશભરનાં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે આ એક ગૌરવશાળી ક્ષણ છે. આ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી છે કે જેમણે અમેરિકામાં ભણવાનું સપનું જોયું કારણકે તે દુનિયાનું સૌથી બેસ્ટ અને પોપ્યુલર એજ્યુકેશન હબ છે.

'વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યાં છીએ'
US એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કહ્યું કે 'હું પહેલીવખત એક યુવા છાત્રનાં રૂપમાં ભારત આવ્યો હતો. મેં મારા જીવનમાં જોયું છે કે તૈયારી દરમિયાન મળનારી મદદ અને અનુભવ કેટલા પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. છાત્રોનું આ આદાન-પ્રદાન અમેરિકા અને ભારતનાં સંબંધોનાં કેન્દ્રમાં છે. અમેરિકી શિક્ષા વિદ્યાર્થીઓને એક વિશ્વ સ્તરીય શિક્ષા અને જ્ઞાનનાં વૈશ્વિક નેટવર્ક સુધી પહોંચવાનો મોકો આપે છે. તેથી અમે આજે અહીં વધુમાં વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યાં છીએ.'

125000 ભારતીયોને સ્ટુડન્ટ્સ વીઝા અપાયો
સ્ટુડન્ટ્સ વિઝા ડેની ઊજવણી અમેરિકા અને ભારતની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઉચ્ચ શિક્ષણનાં સંબંધોમાં મનાવવામાં આવે છે. ગયાવર્ષે રેકોર્ડ તોડીને 125000 ભારતીયોને સ્ટુડન્ટ્સ વીઝા આપવામાં આવ્યો હતો જો કે આ અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે હતો. આંકડાઓ અનુસાર 2022માં દર 5માંથી એક ભારતીય છાત્રને સ્ટુડન્ટ્સ વીઝા મળ્યો હતો. બ્રેન્ડન મુલાર્કી, ભારતમાં કોન્સ્યુલર બાબતોના કાર્યકારી મંત્રી કાઉન્સેલરે આ વર્ષે 2023માં અમેરિકી અધિકારીઓએ પહેલાથી વધારે સ્ટૂડેંટ્સનાં ઈન્ટરવ્યૂ લઈને તેમને વીઝા ફાળવવાની વાત કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ