બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / 7 times increase in the price of flights coming to Ahmedabad for the final match of the World Cup

વિશ્વ કપ / વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇ અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં 7 ગણો વધારો, જાણો ભાડામાં કેટલો કરાયો વધારો?

Dinesh

Last Updated: 09:41 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket World Cup: વિશ્વભરથી ક્રિકેટના રસિકો અમદાવાદ ખાતે વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા માટે આવી રહ્યાં છે ત્યારે અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં 7ગણો વધારો કરાયો છે

  • 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ 
  • અમદાવાદ માટેની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા 
  • અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં 7ગણો વધારો 


અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ અમદાવાદ માટેની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં 7ગણો વધારો થતાં ક્રિકેટ રસિકોના ખિસ્સા પર સિધી અસર થઈ રહી છે.  

Air India flight: Air India flight from Delhi to San Francisco malfunctions, makes emergency landing in Russia

 ફ્લાઇટના ભાવમાં ચાર ગણો વધારો 
વિશ્વભરથી ક્રિકેટના રસિકો અમદાવાદ આવી રહ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં 8 ગણા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. અમદાવાદ શહેરની તમામ હોટેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઈ, હૈદરાબાદ ચેન્નઈથી અમદાવાદ આવતી તમામ ફ્લાઈટમાં ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જો કે, વાત કરવામાં આવે દિલ્હીથી અમદાવાદ સુધી સામાન્ય દિવસોમાં ફ્લાઇટ્સ ટિકિટની કિંમત 3 થી5 હજાર રૂપિયા હોય છે જ્યારે 19 નવેમ્બરની ટિકિટમાં 25 હજાર રૂપિયા થઇ છે. મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ ટિકિટની કિંમત 27000, બેંગલુરુથી અમદાવાદ સામાન્ય રીતે 5થી8 હજાર હોય છે જ્યારે મેચના દિવસની વાત કરવામાં આવે તો 28,000 પહોંચી છે. 

હોટલો પણ હાઉસફૂલ
જો કે, વાત કરવામાં આવે ઇન્ટરનેશનલ ફ્લાઈટની તેમાં ફૂલ ભરપેટ વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનલ મેચના દિવસે કેનેડાની ફ્લાઇટ્સની ટિકિટ એક લાખથી 1.80 હજાર પહોંચી છે. જો કે, આમ દિવસોમાં માત્ર 50 હજારથી એક લાખ રૂપિયા માંડ હોય છે. અમેરિકાથી અમદાવાદની ફ્લાઇટની વાત કરીએ  તો કિંમત 1 લાખથી 2 લાખ અને ન્યૂઝિલેન્ડથી અમદાવાદની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત 80 થી 1.40 લાખ સુધી પહોંચી છે. જો કે, આની સિધી અસર ક્રિકેટ રસીકોના ખિસ્સા પર પડી રહી છે. જો કે, બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત આજુ બાજુ શહેરની હોટલો પણ પેક થઈ ગઈ છે.      

ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો બતાવશે દિલધડક કરતબ
19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ફાઈનલ મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ તેનું પર્ફોર્મન્સ બતાવશે. અમદાવાદમાં એરફોર્સ દ્વારા ફાઈનલમાં પર્ફોર્મન્સને લઈ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સનાં વિમાનો દિલધડક કરતબ બતાવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ