બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 7-8 hours of sleep is very important for people

સ્વાસ્થ્ય / ઊંઘ નહીં લો તો મરી જશો' નવી સ્ટડીમાં થયો ખુલાસો, આ કારણથી મનુષ્યને આવે છે ઊંઘ

Sanjay Vibhakar

Last Updated: 01:38 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleep Health Benefits: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મગજ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને ઊંઘ દરમિયાન તેની ઓપરેટિંગ સિસ્ટમ કુદરતી રીતે ફરી શરૂ થાય છે. આ તાજગી અને પ્રવૃત્તિમાં વધારો કરે છે.

  • પૂરતી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
  • ઊંઘ તમારા શરીરનાં મેટાબોલિઝમ માટે જરૂરી છે
  • ઊંઘનાં કારણે મગજને આરામ મળે છે

લોકો માટે 7-8 કલાકની ઊંઘ ખુબજ જરૂરી છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કીથ હેંગને કહ્યું કે ઊંઘ વગર તમે મરી જશો. તે ખોરાક અને પાણી જેટલી જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મગજ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને ઊંઘ દરમિયાન તેની ઓપરેટિંગ સિસ્ટમ કુદરતી રીતે ફરી શરૂ થાય છે. આ તાજગી અને પ્રવૃત્તિમાં વધારો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ 
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, પૂરતી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે નાની-નાની બીમારીઓ અને ચેપી રોગ સામે રક્ષણ મળે છે.  

વજન ઘટાડે 
ઊંઘ તમારા શરીરનાં મેટાબોલિઝમ માટે જરૂરી છે. તમે જે જમો છો, તે યોગ્ય રીતે પાચન થાય છે. જે શરીર માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે આ ખુબજ જરૂરી છે. 

ચિંતા 
ઊંઘનાં કારણે મગજને આરામ મળે છે. પૂરતી ઊંઘ ન કરવાથી ચિંતા અને તણાવમાં વધારો થાય છે. 

વાંચવા જેવું: મોટાપાને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાય, રોજ રાત્રે સૂતા પહેલાં બસ આટલું કરો, મળશે રિઝલ્ટ

બિમારીઓનું જોખમ ઘટી જાય છે 
પૂરતી ઊંઘ ન કરવાના કારણે હ્રદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. જે લોકો બીમાર હોય છે, તેમને વધુ ઊંઘવાનું કહેવામાં આવે છે. 

વધુ ફોકસ અને ઉત્પાદકતા
જે લોકો પૂરતી ઊંઘ લે છે, તેમનામાં વધુ ફોકસ અને ઉત્પાદકતા જોવા મળે છે. નહીંતર દિવસ આખો તમને આળસ આવે છે અને શરીર નબળું બને છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits sleeping આરોગ્ય ટિપ્સ ઊંઘ જરૂરી Health
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ