બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adopt this remedy from today to remove obesity

લાઇફસ્ટાઇલ / મોટાપાને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાય, રોજ રાત્રે સૂતા પહેલાં બસ આટલું કરો, મળશે રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 09:06 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ એક મસાલાનાં સેવનથી વજન જલ્દીથી નિયંત્રણમાં આવે છે અને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

  • વજન ઘટાડવા માટે આ રીતે તજનું સેવન કરો
  • તજવાળા પાણીનું રોજ સવારે ખાલી પેટ સેવન કરો
  • પ્રોટીન શેકમાં તજ પાવડર ઉમેરી તેનું સેવન કરો 

આજકાલ લોકો વજન વધવાનાં કારણે ખુબજ ચિંતામાં રહે છે. સ્થૂળતા ઘટાડવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે પરંતુ તેમ છતાં તેઓ આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી. જો તમને પણ આ સમસ્યા હોય તો રસોડામાં મળતો આ મસાલો તમારા માટે મદદરૂપ થઈ શકે છે. તજ, જે ચાનો સ્વાદ વધારે છે. તે તમારું વજન પણ ઝડપથી ઘટાડી શકે છે. હા, આ એક એવો મસાલો છે જે માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે. જાણો કે તજ તમને વજન ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થશે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો. 

વજન ઘટાડવા માટે આ રીતે તજનું સેવન કરો
એક ગ્લાસ પાણીમાં 6 ગ્રામ તજ પાવડર નાખો. હવે આ પાણીને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. અડધું પાણી રહી જાય એટલે ગેસ બંધ કરી દો. આ પછી જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. હવે રોજ રાત્રે સૂતા પહેલા આનું સેવન કરો. જો તમે સવારે પણ આ પાણી પીવાનું શરૂ કરશો તો તમને જલ્દી પરિણામ મળશે. જો કે, તજનું પાણી પીવાથી તમારું વધતું વજન તો ઘટશે જ સાથે-સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે. આ સિઝનમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઝડપથી નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં તજનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમે મોસમી રોગોથી પણ બચી શકશો. 

વાંચવા જેવું: પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ ચીજ, નહીં તો બંનેના સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

આ રીતે પણ તજનો ઉપયોગ કરી શકો 

તજ અને લીંબુ-મધ
આ માટે સૌપ્રથમ તજને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી મધ અને અડધા લીંબુનો રસ નાખો. હવે આ તજવાળા પાણીનું રોજ સવારે ખાલી પેટ સેવન કરો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે. 

પ્રોટીન શેકમાં તજ
સામાન્ય રીતે દરેક વ્યક્તિ પ્રોટીન શેક પીવે છે. હવે તેમાં થોડું તજ પાવડર નાખીને તેનું સેવન કરો. આમ કરવાથી વજન ઝડપથી ઘટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ