ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Pregnant women should not eat this thing even by mistake

સ્વાસ્થ્ય / પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ ચીજ, નહીં તો બંનેના સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

Published By: Sanjay Vibhakar

Last Updated: 09:46 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભાવસ્થા સમયે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. જાણો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ શું ન ખાવું જોઈએ.

ADVERTISEMENT

  • કેફીનનાં સેવનથી દૂર રહો 
  • તળેલું, મસાલેદાર અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ
  • કાચા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ

ગર્ભાવસ્થા એ કોઈપણ સ્ત્રી માટે ખુબજ સુખદ સમય હોવાની સાથે-સાથે એક જવાબદાર તબક્કો પણ હોય છે. કારણ કે આ સમય દરમિયાન મહિલાએ પોતાની સાથે-સાથે ગર્ભમાં રહેલા બાળકની પણ કાળજી લેવી પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ઉઠવા-બેસવાથી લઈને ખાવા-પીવા સુધીની ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવી ઘણી વસ્તુઓ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક છે. જ્યારે કેટલાક ખોરાક એવા છે, જે ખાવા-પીવાથી માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેને નુકસાન થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધુ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી તમારા આહારમાં સંતુલિત માત્રામાં ફળો, રંગબેરંગી શાકભાજી, ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો ગર્ભાવસ્થા દરમિયાન શું ન ખાવું જોઈએ.

કેફીનનાં સેવનથી દૂર રહો 
ગર્ભાવસ્થા દરમિયાન કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેથી મહિલાઓએ ચા અને કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય ભૂલથી પણ દારૂ કે ધૂમ્રપાન ન કરો.

તળેલું-મસાલેદાર ખોરાક
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તળેલું, મસાલેદાર અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણીવાર કબજિયાત થાય છે અને ભારે ખોરાક ખાવાથી આ સમસ્યા વધી શકે છે.

વાંચવા જેવું: ...તો 40 ટકા સુધી ઘટી શકે છે સંક્રમણનો ખતરો, જો લાઇફસ્ટાઇલમાં લાવશો આ ફેરફાર, વૈજ્ઞાનિકોનો દાવો

પપૈયું 
તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ન ખાવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાઈ શકાય છે. જો કે આ સમયગાળા દરમિયાન કાચું પપૈયું ન ખાવું જોઈએ. કારણ કે તેમાં લેટેક્ષ હોય છે. જે સ્ત્રીના ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે. તેનાથી ગર્ભાવસ્થામાં જોખમ વધી જાય છે.

કાચા ઇંડા ન ખાઓ
મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કાચા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં સાલ્મોનેલા બેક્ટેરિયા જોવા મળે છે. જે ઉલ્ટી, પેટમાં દુ:ખાવો અને ઝાડાનું કારણ બની શકે છે. જેનાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pregnancy health tips આરોગ્ય ટિપ્સ ખોરાક ગર્ભાવસ્થા Health

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ