બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Corona is once again emerging as a serious problem.
Last Updated: 10:52 AM, 15 January 2024
ADVERTISEMENT
વૈશ્વિક સ્તરે કોરોનાનું વધતું જોખમ સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે મોટી ચિંતાનું કારણ છે. ખાસ કરીને આ દિવસોમાં ઓમિક્રોનના નવા JN.1 વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી અહેવાલો અનુસાર, કોરોનાનું આ નવું સ્વરૂપ 40 થી વધુ દેશોમાં ફેલાયું છે. સિંગાપોર અને અમેરિકા જેવા દેશોમાં બીજી સંભવિત લહેર અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચેતવણી
તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન [WHO] એ ચેતવણી આપી હતી કે ગયા મહિને ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન એકત્ર થયેલી ભીડને કારણે, વાયરસનું સંક્રમણ વધ્યું છે. ડિસેમ્બરમાં ચેપને કારણે લગભગ 10,000 લોકોના મોત પણ થયા હતા. કોરોના ફરી એકવાર ગંભીર સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે.

ADVERTISEMENT
રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, કોરોનાના જોખમથી દરેકે બચવાની જરૂર છે. રસીકરણ અને માસ્ક જેવા અસરકારક પગલાં સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો કોરોનાથી બચવા શું ખાવું અને શું ન ખાવું?
.jpg)
ADVERTISEMENT
વનસ્પતિ આધારિત આહાર
COVID-19 ના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, સંશોધનકર્તાઓએ તમામ લોકોને વાયરસથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કોરોનાથી બચવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વનસ્પતિ આધારિત આહારનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કોરોનાનાં જોખમથી શરીરને બચાવવામાં મદદરૂપ થાય છે. બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વનસ્પતિ આધારિત આહાર [શાકાહારી આહાર] લેવાથી કોવિડ-19નું જોખમ 39 ટકા ઘટાડી શકાય છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: એન્ઝાઇટી ડિસઓર્ડર: આખો દિવસ નકારાત્મક વિચારો આવતા રહે છે? બચવા માટે લાઈફસ્ટાઇલમાં કરો આ બદલાવ
એન્ટિવાયરલ ગુણધર્મો
એક ખાનગી અહેવાલ મુજબ જાણવા મળ્યું કે જે લોકો વધુ પ્રમાણમાં માંસનું [નોનવેજ] સેવન કરે છે તેમને કોરોના થવાની સંભાવનાઓ વધુ છે. વનસ્પતિ આધારિત આહારનાં સેવનથી કોરોના થવાની સંભાવનાઓ ઘટી જાય છે. કારણકે આ આહારમાં એન્ટીઓક્સિડેન્ટ, ફાયટોસ્ટેરોલ્સ અને પોલિફીનોલ્સથી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને કોષોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારનાં આહારમાં એન્ટિવાયરલ ગુણધર્મો પણ હોય છે. જે ચેપી રોગોના જોખમને ઘટાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.