બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / 68 lakh fraud with a teacher in the name of paying the electricity bill

ઠગ ટોળકી / વીજ બિલ ભરવાના નામે નિવૃત શિક્ષક સાથે 68 લાખની ઠગાઈ, એપ ડાઉનલોડ કરાવી શિક્ષકનાં ખાતામાંથી ચાર દિવસમાં ઉપાડ્યા પૈસા

Vishal Khamar

Last Updated: 06:53 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલના એક નિવૃત શિક્ષિકને વીજળીનું બિલ પડ્યું મોંઘું. બિહારની ટોળકીએ વીજળી બિલ ભરવાના નામે 68 લાખની કરી ઠગાઇ. પોલીસે પિતા-પુત્ર અને કાકાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો.

  • UGVCL નાં કર્મચારીની ઓળખ આપી રૂા.68 લાખની ઠગાઈ
  • બિહારની ઠગ ટોળકીની પોલીસે કરી ધરપકડ
  • પોલીસે પિતા-પુત્ર અને કાકાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો

પોલીસ કસ્ટડીમાં રહેલા ધીરજ પ્રકાશ ચૌધરી,ગૌરવકુમાર ચૌધરી અને અનુરાગ ચૌધરીની બોપલ પોલીસે ધરપકડ કરી છે. જે ત્રણેય આરોપીઓ પિતા-પુત્ર અને સગા કાકા થાય છે. આરોપીઓના ખાતામાં એક નિવૃત શિક્ષિકની જીવનભર કમાયેલા કમાણીના પૈસાનું થયેલ ઠગાઈના પૈસા જમા થયા હતા. જોકે 68 લાખના ઠગાઇ પૈકી આ ત્રણ આરોપીના ખાતામાં 4 લાખ રૂપિયા જમા થયા હતા. ત્યારે પકડાયેલ આરોપીઓ બિહારની ઠગ ટોળકીના માસ્ટર માઈન્ડ ગેંગને ડમી ખાતા પુરા પાડતા હતા. સાથે જ બિહારમાં આધાર કાર્ડ સેન્ટર ચલાવવે છે. જ્યાં મુખ્ય આરોપીને ખાતા પુરા પાડી કમિશન મેળવતા હતા સાથે જ આરોપીના મોબાઇલ રિચાર્જ પણ કરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ ત્રણેય આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ, 64 હજારની રોકડ અને આધારકાર્ડ સહિતના કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. 

ઠગ ટોળકીએ નિવૃત શિક્ષકને વિશ્વાસમાં લઈ  68 લાખ પડાવી લીધા 
ઘટનાની વિગતવાર વાત કર્યે તો વિરમગામ તાલુકાના શાળામાં નોકરી કરેલ નિવૃત શિક્ષિક જયેશ માણેકને ઠગ ટોળકીએ વિશ્વાસ માં લઇ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં બોપલ રહેતા નિવૃત શિક્ષકને મોડી રાત્રે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં UGVCLનું બિલ ભર્યું ન હોવાથી લાઈટ બિલ કપાઈ જશે તેવો મેસેજ આવતા જ નિવૃત્ત શિક્ષિકે મેસેજમાં આવેલા ફોન નંબર પર ફોન કર્યો હતો.

નિવૃત શિક્ષિકને જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો
જેમાં UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી નિવૃત શિક્ષિક સાથે વાતચીત કરીને કહ્યું કે તમારું લાઈટ બીલ આજે રાત્રે કપાઈ જશે. ત્યારે નિવૃત શિક્ષિક કહ્યું હતું કે મે ઓનલાઇન લાઈટ બિલ ભર્યું છે..જેની ઓનલાઇન સ્લીપ પણ મેસેજથી તેમને મોકલી આપી હતી ત્યાર બાદ ઠગ ટોળકીઓ નિવૃત શિક્ષકને વિશ્વાસમાં લઇ યોનો એપ અને એની ડેસ્ક ડાઉનલોડ કરાવીને નિવૃત શિક્ષિકના ખાતામાં રહેલા પૈસા રોજ ઉપાડી લેતા હતા. આમ કરીને ચાર દિવસમાં 68 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા. જે બાદ નિવૃત શિક્ષિકને જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો.ત્યાર બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગ્રામ્ય સાયબર બ્રાંચની ટીમે બિહારથી 3 આરોપીની ધરપકડ કરી. 

ભાસ્કર વ્યાસ (DYSP, અમદાવાદ રૂરલ)

વોન્ટેડ આરોપીઓ અલગ અલગ 16 ખાતામાંથી 68 લાખ રૂપિયા ટ્રાન્ફર કર્યા
પોલીસ તપાસ કરતા પકડાયેલ ત્રણેય આરોપીઓ આ કેસનો મુખ્ય આરોપી વોન્ટેડ રાજીવ ચૌધરી અને સંદીપ કુમારના સંપર્કમાં હતા. જે વોન્ટેડ આરોપીઓ અલગ અલગ 16 ખાતામાંથી 68 લાખ રૂપિયા ટ્રાન્ફર કર્યા હતા. પોલીસે બન્ને આરોપીને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે પોલીસને આંશકા છે આ બન્ને આરોપીઓ અનેક લોકો સાથે ઠગાઇ કરી હશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ