ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / 6 persons arrived from south africa at risk nations tested positive

ખળભળાટ / ભારતમાં ઓમિક્રોનનો ખતરો? આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલા 6 લોકો કોરોના પોઝિટીવ નીકળતા હડકંપ

Published By: Kavan

Last Updated: 09:20 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં, દક્ષિણ આફ્રિકા અને અન્ય જોખમી દેશોમાંથી પરત ફરેલા 6 મુસાફરો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રમાં મચ્યો ખળભળાટ
  • જોખમી દેશોમાંથી પરત ફરેલા 6 મુસાફરો કોરોના સંક્રમિત
  • એક્શનમાં આવ્યું તંત્ર

જેમાં મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા ભાયંદર અને પુણેમાં 1-1 અને પિંપરી ચિંચવાડમાં નાઈજીરિયાથી પરત આવેલા 2 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે મંગળવારે આ માહિતી આપી. 

સેમ્પલ મોકલાયા ટૅસ્ટિંગ માટે 

વિભાગે કહ્યું કે આ તમામ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના કોન્ટેક્ટ્સને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ મુસાફરો કે જેઓ સંક્રમિત જોવા મળ્યા છે, તેમાં સંક્રમણના લક્ષણો હળવા છે અથવા તો બિલકુલ નથી.

કેન્દ્રએ રાજ્યોને આપ્યા છે આદેશ

કેન્દ્રએ મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસના નવા સ્વરૂપ, કોમિક્રોન અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની તપાસ અને અસરકારક દેખરેખ ઝડપી બનાવવા સલાહ આપી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે એવું નથી કે SARS-CoV-2 નું ઓમિક્રોન સ્વરૂપ RT-PCR અને RAT પરીક્ષણો દ્વારા શોધી શકાતું નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું કે દેશમાં ઓમિક્રોન સ્વરૂપનો એકપણ કેસ સામે આવ્યો નથી.

શું છે માસ્ટર પ્લાન

હેલ્થ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ RTPCR અને એન્ટિજન ટેસ્ટને પણ ચકમો આપી શકે છે. લોકોને આઇસોલેશન રાખવા માટે અત્યારથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 6 સૂત્રીય માસ્ટર પ્લાન હેઠળ કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા, સર્વિલાન્સ, ટેસ્ટિંગ, હોટસ્પોટ પર નજર રાખવી અને વેક્સિનેશન વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન

કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયનાં આદેશ જાહેર: લાગુ ગાઈડલાઇનને જ લંબાવવામાં આવી

ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus South Africa ઓમિક્રોન કોરોના વાયરસ મહારાષ્ટ્ર સાઉથ આફ્રિકા corona Omicron variant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ