બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / 5G internet will start first in these cities including Ahmedabad, see the entire list
Megha
Last Updated: 01:29 PM, 1 October 2022
ADVERTISEMENT
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત થઈ ગઈ છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 5G સર્વિસ શરૂ કરી છે અને દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક ઓક્ટોબરથી 4 દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં ભારતના ત્રણ અગ્રણી ટેલિકોમ ઓપરેટરો - રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા (Vi), અને એરટેલ ભારતમાં 5G ટેક્નોલોજીની ક્ષમતા દર્શાવવા માટે ટેકનિક ડેમો પણ પ્રદર્શિત કરશે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 5G રોલઆઉટના પહેલો તબક્કો ભારતના 13 મોટા શહેરોમાં એટલે કે અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે થઈ શકે છે. હાલ દરેક લોકોનું એવું માનવું છે કે 5G સર્વિસ ભારતમાં મોટું પરિવર્તન લાવશે.
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પણ આ વર્ષની એમની AGM 2022માં સૌથી વધુ ફોકસ Jio 5G નેટવર્ક પર કરતાં કહ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવાર પર દેશના મહાનગરો સહિત ઘણા પ્રમુખ શહેરોને 5G નેટવર્કની સુવિધા મળવાનું શરૂ થઈ જશે.
આગળ એમને કહ્યું હતું કે Jio દ્વારા પેશ કરવામાં આવતું 5G નેટવર્ક નોન-સ્ટેન્ડઅલોન 5G નેટવર્ક હશે જે આનું સૌથી લેટેસ્ટ વર્ઝન છે. અને આ જ નેટવર્ક વિશ્વનું સૌથી ઝડપી નેટવર્ક પણ પ્રદાન કરશે. આ G નેટવર્ક સૌથી એડવાંન્સ 5G નેટવર્ક જ નહીં પણ સૌથી મોટું પણ છે. આ નેટવર્કની ખાસ વાત એ છે કે આખું નેટવર્ક ફક્ત 5Gના બેન્ડથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આમાં 4Gની કોઈ મદદ લેવામાં નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.