ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / 5 district panchayat junagadh gandhinagar Municipal Corporation Election

ચૂંટણીપંચ / ગુજરાતમાં અલગ-અલગ ચૂંટણીઓની તારીખ જાહેર, આચાર સંહિતા લાગૂ

Published By: vtvAdmin

Last Updated: 07:17 PM, 24 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે, 5 જિલ્લા પંચાયતની સાથે જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મનપાની એક બેઠકની ચૂંટણી યોજાશે. ત્યારે 1 જુલાઇએ જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 જુલાઇ રહેશે. 21 જુલાઇએ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી થશે.

ADVERTISEMENT

મહાનગરપાલિકાની ચૂંટણીની સાથે 5 જિલ્લા પંચાયતોની યોજાશે ચૂંટણી
જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ત્રણની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાદી દેવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણીની સાથે-સાથે 5 જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે. જે અંગેનુ જાહેરનામું આગામી 1 જુલાઈએ બહાર પાડવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, આગામી 21 જુલાઈએ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. જે માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 23 જુલાઈના જાહેર કરવામાં આવશે.

આ ચૂંટણીને લઇને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જ્યારે આ ચૂંટણીમાં નોટાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. જૂનાગઢ સામાન્ય ચૂંટણી 15 વોર્ડમાં યોજાશે. 60 બેઠકો પર ચૂંટણી યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Election Municipal Corporation district panchayat gandhinagar gujarat junagadh Election commission

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ