ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / NRI News / 39500 Indian people Acquired Permanent Residence In Canada In 2018 : Report
ADVERTISEMENT
2017માં 26,300 ભારતીયોએ હાંસલ કર્યું સ્થાયી નિવાસ સ્થાન
ADVERTISEMENT
વર્ષ 2017માં કેનેડામાં આ જ રીતે 65,000 લોકોએ કેનેડામાં સ્થાયી નિવાસ હાંસલ કર્યું હતું. જેમાંથી 40 ટકા એટલે કે 26,300 લોકો તો માત્ર ભારતીય જ હતા. વર્ષ 2017ની તુલનામાં વર્ષ 2018માં 51 ટકાથી વધારે ભારતીયો કેનેડામાં સ્થાયી નિવાસ હાંસલ કર્યું છે.
ભારત બાદ નાઇજિરિયા બીજા નંબરે
ADVERTISEMENT
2017માં કેનેડામાં સ્થાયી નિવાસ હાંસલ કરવા મામલે બીજા સ્થાને ચીન આવે છે. પરંતુ 2018માં ચીનના માત્ર 5800 લોકો જ કેનેડામાં સ્થાયી નિવાસ હાંસલ કર્યું છે આ સાથે જ તે ત્રીજા નંબર પર આવી ગયું છે. 2018માં બીજા નંબરે નાઇજિરિયા રહ્યું છે.

ADVERTISEMENT
શું છે એક્સપ્રેસ એન્ટ્રી સ્કીમ
આપને જણાવી દઇએ કે, એક્સપ્રેસ એન્ટ્રી એક એવી સિસ્ટમ છે જે હેઠળ કેનેડાની સરકાર સ્કિલ્ડ તથા ક્વોલિફાઇડ લોકોને સ્થાયી નિવાસ માટે આવેદન મોકલે છે.
ADVERTISEMENT
આવેદકની બને છે ઓનલાઇન પ્રોફાઇલ
આ સ્કીમ હેઠળ આવેદકની એક ઓનલાઇન પ્રોફાઇલ બનાવવામાં આવે છે તેને CRS સ્કોરના આધારે એન્ટ્રી પુલમાં રાખવામાં આવે છે. CRS માં જોબ ઓફર, ઉંમર, શિક્ષણ, અનુભવ તથા ફ્રેન્ચમાં કુશળતા જેવા માનાંકો આપવામાં આવે છે. જે લોકો આ કટ ઓફ માર્કને પાર કરી લે છે તેમને સ્થાયી નિવાસ માટે એપ્લાય કરવાની તક મળે છે.
ADVERTISEMENT

આ કારણે અમેરિકા નથી બની રહ્યું ભારતની પહેલી પસંદ
ADVERTISEMENT
ટ્રમ્પ પ્રશાસને ગત વર્ષે 38 હજાર જેટલા H1 બી વિઝા જાહેર કર્યા હતા. તાજેતરમાં અમેરિકાના ઇમીગ્રેશન વિભાગ દ્વારા જાહેર કરેલ એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત વર્ષે 3,35,000 H1 બી વિઝાને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 2017માં આ સંખ્યા 3,73,400 હતી. H1-B વિઝા માટે સૌથી વધુ ભારતીય આવેદક છે. પરંતુ ભારતીયોને વિઝા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો