લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhastAppની તરફથી એક મહિનાની અંદર 36 લાખથી વધારે ભારતીયોના એકાઉન્ટ્સ બેન કરી દેવામાં આવ્યા છે.
એક મહિનામાં 36 લાખ ભારતીયોના એકાઉન્ટ્સ બેન
WhastAppએ આવા એકાઉન્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ
ક્યાંક તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલ?
મેસેજિંગ પ્લેટફોર્મ WhastAppનો ઉપયોગ દુનિયાભરના કરોડો યુઝર્સ ચેટિંગ અને મેસેજિંગ માટે કરે છે પરંતુ આ પોલિસીઝ અને કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંધન કરનાર લોકોના એકાઉન્ટ્સ બેન પણ કરી દેવામાં આવે છે.
હવે સામે આવ્યું છે કે WhastAppએ એક મહિનાની અંદર 36 લાખથી વધારે ભારતીય એકાઉન્ટ્સ પર બેન લગાવી દીધો છે. કંપનીએ કમ્પ્લાયન્સના રિપોર્ટમાં આ આંકડા સેર કર્યા છે.
કંપનીએ શેર કરી નિયમોની લિસ્ટ
મેટાની ઓનરશિપ વાળા પ્લેટફોર્મે IT રૂલ્સ, 2021 સાથે જોડાયેલા નિયમો હેઠશ મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ શેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપનો ખોટો ઉપયોગ કરનાર લાખો એકાઉન્ટ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતીય એકાઉન્ટ્સની ઓળખ કરવા માટે કંપની નંબરથી પહેલા લાગેલા કંટ્રી કોડ (+91)ની મદદ લે છે. જણાવી દઈએ કે ભારતમાં WhastAppના 40 કરોડથી વધારે યુઝર્સ છે.
રિપોર્ટમાં સામે આવ્યા છે આ આંકડા
ડિસેમ્બર મહિનાના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે WhastAppએ ભારતમાં કુલ 3,677,000 એકાઉન્ટ્સ બેન કર્યા છે. કંપનીએ જણાવ્યું કે તેમાંથી 1,389,000 એકાઉન્ટ્સને પ્રો-એક્ટિવ રીતે યુઝર્સની તરફથી રિપોર્ટ કર્યા પહેલા જ બેન કરી દેવામાં આવ્યા છે એટલે કે કંપનીએ વગર કોઈ ફરિયાદે આ એકાઉન્ટ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી.
આટલા યુઝર્સે કંપનીને મોકલી ફરિયાદ
ડિસેમ્બર મહિનામાં વોટ્સએપના ગ્રીવિએન્સ વિભાગે યુઝર્સની તરફથી 1,607 ફરિયાદો મોકલી છે. કંપનીએ જણાવ્યું કે તપાસ બાદ તેમાંછી 166 ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. તમે જાણતા હશો કે IT રૂલ્સ 2021માં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે 50 લાખથી વધારે યુઝરબેસ વાળા દરેક પ્લેફોર્મ્સને મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ પબ્લિશ કરવાની રહેશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવશે કે પ્લેટફોર્મે કઈ ફરિયાદો પર કઈ રીતે ધ્યાન આપ્યું છે.
આ ભૂલો કરવા પર બેન થઈ જશે એકાઉન્ટ
WhastApp એકાઉન્ટ બેન થવાનું સૌથી મોટુ કારણ સ્પેમ મેસેજીંગ સાથે જોડાયેલું છે. એટલે કે જો તમે કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ સ્પેમ મેસેજ મોકલવા અને બાકીને પરેશાન કરવા માટે કરો છો તો એકાઉન્ટ બેન થઈ શકે છે. આ પ્રકારની કોઈ પણ ધાર્મિક, જાતી, હિંસા ભડકાવતી અથવા અફવાહ વધારનાર સામગ્રી પ્લેફોર્મ પર શેર કરવી પણ એકાઉન્ટ બેન માટેનું કારણ બની શકે છે.