બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / 35 Somalian pirates handed over to Mumbai Police after due formalities

કાર્યવાહી / ભારતીય નૌસેના એક્શનમાં: દબોચ્યા સોમાલિયાના 35 દરિયાઇ લૂંટેરાઓને, જાણો કઇ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું

Priyakant

Last Updated: 09:47 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Navy Latest News: ભારતીય નૌકાદળે વેપારી જહાજ એમવી રુએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું, 35 સોમાલિયન ચાંચિયાઓને કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઔપચારિકતા બાદ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા

Indian Navy : ભારતીય નૌકાદળે તાજેતરમાં હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં 16 માર્ચે વેપારી જહાજ એમવી રુએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું અને 35 સોમાલિયન ચાંચિયાઓને પણ અટકાયતમાં લીધા હતા. આ તરફ હવે હવે કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઔપચારિકતા બાદ આ લૂંટારાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. આનો એક વીડિયો સામે આવી રહ્યો છે જે મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહારનો છે. 

શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, ચાંચિયા વિરોધી ઓપરેશન હેઠળ નેવીએ ભારતીય સમુદ્ર કિનારાથી 2600 કિલોમીટર દૂર ચાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. લગભગ 40 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં નેવીના INS કોલકાતા અને INS સુભદ્રા યુદ્ધ જહાજો, ડ્રોન અને મરીન કમાન્ડો સામેલ થયા હતા.

માર્કોસ કમાન્ડોએ પ્લેનમાંથી અરબી સમુદ્રમાં લગાવી હતી છલાંગ 
નેવીએ કહ્યું હતું કે, ઓપરેશનના ભાગરૂપે એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની મદદથી માર્કોસ કમાન્ડોને ભારતીય કિનારેથી 2600 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં એરડ્રોપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્કોસ કમાન્ડો માટેની ઘણી ખાસ બોટ પણ અરબી સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. આ બોટોની મદદથી ભારતીય માર્કોસ કમાન્ડો અપહરણ કરાયેલા વેપારી જહાજ એમવી રૌન પર ચઢી ગયા અને ત્યાં એક ઓપરેશન હાથ ધર્યું અને ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું.

આ નેવલ ઓપરેશન લગભગ 40 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન ચાંચિયાઓએ ભારતીય જવાનો પર ઘણી વખત ગોળીબાર પણ કર્યો હતો. નૌકાદળના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ બચાવ અભિયાનના ભાગરૂપે ભારતીય યુદ્ધ જહાજ INS કોલકાતા પર 35 ચાંચિયાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેપારી જહાજ એમવી રૂએનના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.

એમવી રૂએનનું ગયા વર્ષે ડિસેમ્બરમાં અપહરણ કરવામાં આવ્યું હતું
માલ્ટાના વેપારી જહાજ એમવી રૂએનને ગયા વર્ષે ડિસેમ્બરમાં એડનની ખાડીમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. હવે ચાંચિયાઓ આ જહાજનો ઉપયોગ અન્ય જહાજોને હાઇજેક કરવા માટે કરી રહ્યા હતા. 15 માર્ચે, ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે એમવી રુએન જહાજને અટકાવ્યું હતું. જે બાદ નૌકાદળે એમવી રૂએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ઓપરેશન હાથ ધર્યું હતું.

વધુ વાંચો: AAPના વધુ એક MLAના ઘરે EDના દરોડા, ગુજરાત સાથે પણ રહી ચૂક્યું છે કનેક્શન

મોટી શક્તિ તરીકે ઉભરી રહી છે ભારતીય નૌકાદળ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછીથી આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર, ખાસ કરીને લાલ સમુદ્ર અને એડનના અખાતમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ અણધારી રીતે વધી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમાલિયાના ચાંચિયાઓ પણ અરબી સમુદ્ર વિસ્તારમાં ખૂબ સક્રિય બન્યા છે. આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાએ અરબી સમુદ્ર અને અદનની ખાડીના વિસ્તારમાં પણ દેખરેખ વધારી દીધી છે. આ કારણે, તાજેતરના સમયમાં નેવીએ ઘણા વેપારી જહાજોને હુમલા અને અપહરણથી બચાવ્યા છે. તાજેતરમાં નેવીએ બાંગ્લાદેશી જહાજને પણ ચાંચિયાઓથી બચાવ્યું હતું અને હવે સફળ અને ખતરનાક ઓપરેશન હાથ ધરીને તેણે માલ્ટા જહાજ એમવી રુએનને બચાવ્યું છે. આ કામગીરીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય નૌકાદળની વિશ્વસનીયતા વધી રહી છે અને એવું માનવામાં આવતું હતું કે ભારતીય નૌકાદળનું વર્ચસ્વ હિંદ મહાસાગર સુધી મર્યાદિત છે, પરંતુ તાજેતરના ઘણા બચાવ કામગીરીએ સ્પષ્ટ કર્યું છે કે હિંદ મહાસાગર સિવાય, ભારત અરબી સમુદ્ર ક્ષેત્રમાં પણ એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ