બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / 3 Gujarati man kidnapped in uganda
ADVERTISEMENT
મળતી વિગત મુજબ ગત 15 જાન્યુઆરીએ અમદાવાદના રાણીપ વિસ્તારના અક્ષય પ્રજાપતિ, મહેસાણાના સાહિલ પટેલ તેમજ પાટણના અતુલ પટેલ એમ ત્રણ યુવકો રોજગારી અર્થે યુગાન્ડા ગયા હતા. યુગાન્ડામાં સારી નોકરી કરી ઘર-પરિવારને મદદ કરવાનાં સપનાં સેવી તેમણે વહાલું વતન છોડી હજારો કિલોમીટર દૂર અજાણ્યા પંથકમાં જવાની હિંમત કરી હતી. તેઓ એક એજન્ટ મારફતે વિદેશ ગયા હતા, પરંતુ ત્રણેય ગુજરાતી યુવકોને યુગાન્ડામાં બંધક બનાવીને નીગ્રો ગેંગે તેમના પરિવાર પાસે 45 લાખની ખંડણી માગી હતી, જેને લઈ પરિવારજનો ભારે ચિંતામાં મુકાયાં હતાં.
ત્રણ યુવકોના અપહરણના આરોપમાં ધરપકડ
ADVERTISEMENT
ભારતીય પ્રફુલ્લ બુટાનની ત્રણ યુવકોના અપહરણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અક્ષય પ્રજાપતિ, સાહિલ પટેલ, અતુલ પટેલ અપહરણના આરોપમાં બુટાનની રવિવારે તેના કથિત યુગાન્ડાના સાથી ઇગ્નાટિયસ મુગુમ્યાની સાથે ધરપકડ કરવામાં આવી હતી. કમ્પાલા પોલીસના નાયબ પ્રવક્તા લ્યુક ઓવ્યુ આસિગાયાયરે જણાવ્યું હતું કે પ્રફુલ્લે યુવકોને બોલાવ્યા હતા. તેઓ કેનેડા નોકરી મેળવવા ગયા હતા.

ADVERTISEMENT
પરિવાર પાસે 45 લાખની ખંડણીની માગ કરાઈ
આ બંનેએ 15 જાન્યુઆરીએ એન્ટેબે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર યુવકોની પસંદગી કરી હતી, ત્યારબાદ તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા. તેમને કાંસાંગાની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજી, વાકીસો જિલ્લામાં આવેલી એલાયન્સ હોટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોગ બનેલા ત્રણ યુવકોનો છુટકારો થાય તે માટે તેમના પરિવાર પાસે 45 લાખની ખંડણીની માગ કરાઈ હતી.
ADVERTISEMENT
હોટેલમાં બનાવ્યા બંધક
પરિવારે મૂળ વેજલપુરમાં રહેતા અને યુગાન્ડામાં સ્થાયી થયેલા અને ત્યાં જ ફિલ્મ ડિરેક્શન કરતા દીપ ભોજકર સાથે વાત કરી હતી. ત્યારબાદ દીપે પોલીસને જાણ કરી હતી. આરોપીઓએ ત્રણેય યુવકોને એક હોટલમાં બંધક બનાવી દીધા હતા અને 21મીએ સવારના 9 વાગ્યે તેમને એરપોર્ટ પર લઈ જવાના બહાને બીજી હોટલમાં લઈ ગયા. ત્યાં તેમને બ્રાયયોગ્રેરીમાં બંધ કરી દીધા.
ADVERTISEMENT
કમ્પાલા પોલીસને દીપ ભોજકરે જાણ કરી
કમ્પાલા પોલીસને દીપ ભોજકરે જાણ કર્યા બાદ ત્યાંની પોલીસે આરોપીઓના ફોન ટ્રેકર્સ સાથે ફોનનાં સિગ્નલ જોતાં હોટલમાં ખંડણી માટે બોલાવ્યા હતા તે દરમિયાન પોલીસ આવી જતાં બુટાન અને મુગુમ્યાની ધરપકડ કરી હતી. તેઓએ ત્રણ યુવકોને હોટલના રૂમમાં બંધક બનાવી રાખ્યા હતા. પોલીસે ત્રણ યુવકોને અપહરણમાંથી છુટકારો અપાવતાં પરિવારને રાહત થઇ હતી. ઓવ્યુસિગાયરે જણાવ્યું હતું કે પ્રફુલ્લે યુવકોનાં માતાપિતાને ફોન કરીને એક યુવકના 28 લાખ રૂપિયાની માગણી કરી હતી, જો પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ખંડણીખોરે 15 લાખ માગ્યા હતા.
ADVERTISEMENT
સ્ટોરીઃ પ્રીતેશ પ્રજાપતિ, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.