બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / અજબ ગજબ / 29 storey building in newyork with no windows people shocked to see the viral video

OMG! / આ તો ગજબ કહેવાય! 29 માળની બિલ્ડીંગ અને એકપણ બારી નહીં, જુઓ Video

Bijal Vyas

Last Updated: 10:02 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં ઘણી એવી અદભૂત ઈમારતો છે, જે લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. આજકાલ આવી જ એક ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

  • આ 29 માળની ઈમારત છે, તેમાં એક પણ બારી નથી
  • આ 29 માળની ઈમારત અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી છે
  • માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 76 હજારથી વધુ વખત જોવામાં આવ્યો

29 storey building: આ દુનિયા અજીબોગરીબ વસ્તુઓથી ભરેલી છે, જેમાંથી કેટલીક વસ્તુઓ પ્રાકૃતિક છે, જ્યારે કેટલીક વસ્તુઓ માણસોએ જાતે જ બનાવી છે, પરંતુ મનુષ્ય દ્વારા બનાવેલી વસ્તુઓ પણ આશ્ચર્યથી ઓછી નથી. હવે બુર્જ ખલીફા જુઓ. આ વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે, જે વાદળોની ઉપર પણ દેખાય છે. શું આ આશ્ચર્યથી ઓછું છે? દુનિયાભરમાં ઘણી એવી અદભૂત ઈમારતો છે, જે લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. આજકાલ આવી જ એક ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.

તમે વેમ્પાયરની વાર્તાઓ તો સાંભળી જ હશે. આના પર ઘણી ફિલ્મો પણ બની છે. ઘણી ફિલ્મોમાં એવા ઘરો પણ બતાવવામાં આવ્યા છે જ્યાં વેમ્પાયર રહે છે. તે એક અંધારી ઇમારત છે, જ્યાં સૂર્યપ્રકાશને પ્રવેશવાની જગ્યા નથી. વીડિયોમાં દેખાતી આ ઈમારત પણ આવી જ છે. આ કોઈ નાની ઈમારત નથી પણ 29 માળની ઈમારત છે, પરંતુ તેમાં ક્યાંય બારીઓ દેખાતી નથી. આવી સ્થિતિમાં લોકોને આશ્ચર્ય થાય છે કે આ ઉંચી ઈમારતમાં કોણ રહેતું હશે. લોકોએ મજાકમાં કહેવાનું શરૂ કર્યું છે કે આ બિલ્ડિંગમાં વેમ્પાયર્સ રહેતા હોવા જોઈએ. ફિલ્મોમાં પણ આવી જ કેટલીક ઇમારતો બતાવવામાં આવી છે, જે વેમ્પાયર્સનું ઘર છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ 29 માળની ઈમારત અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી છે. આ અનોખી ઈમારતની વિશેષતા એ છે કે, તેમાં કોઈ બારી નથી, પણ વિચારવા જેવી વાત એ છે કે અહીં લોકો કેવી રીતે રહેતા હશે? આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NoCapFights નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 76 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે આ ફેડરલ જેલ છે. શિકાગો શહેરમાં આવું જ એક છે, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, 'હું માનું છું કે આ 'મેન ઇન બ્લેક'નું હેડક્વાર્ટર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ