બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 158 prisoners to be released from Sabarmati central jail on Mahatma Gandhi jayanti

મુક્તિ / ગાંધી જયંતીના દિવસે સાબરમતી જેલના કેદીઓ માટે સારા સમાચાર, 158 કેદીઓને મુક્ત કરાશે

Published By: Gayatri

Last Updated: 10:38 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીનો પ્રસંગ દેશભરમાં ધામધૂમથી ઉજવવાઈ રહ્યો છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 158 કેદીઓને આ પ્રસંગે સજામાંથી મુક્તિ આપવામાં આવશે.

  • નિશ્ચિત શરતો પર કેદીઓને મુક્ત કરાયા છે
  • સાબરમતી જેલના કેદીઓને ત્રણ તબક્કામાં મુક્ત કરાશે
  • જીવલેણ બિમારીઓ સાથે ઝઝુમતા કેદીઓને મુક્ત કરાય છે

બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે મધ્યસ્થ જેલના કેદીઓની માફીને કબુલ કરવામાં આવશે. જેમાં અમદાવાદમાં આવેલી સાબરમતી મધ્યસ્થ જેલમાંથી 158 કેદીઓને માફી આપવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પણ બે તબક્કામાં 229 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 2 ઓક્ટોબરે વધુ કેદીઓને જેલમુક્ત કરતા કુલ 387 કેદીઓની સજા માફ કરવામાં આવી છે. 

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મદિવસે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે પણ સારા સમાચાર છે. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતીને 150મી ઉજવણીના ભાગ રૂપે કેદીઓને વિશેષ માફી આપવા માટે મંજૂરી આપી દીધી છે. જેના ભાગ રૂપે કેદીઓને 2જી ઓક્ટોબરના રોજ માફી મળશે. 

કેવી રીતે માફીની મેળવાઈ મંજૂરી

ગૃહ મંત્રાલય તમામ યોગ્ય કેદીઓના મામલાની ઓળખ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચનો જાહેર કરી હતી. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટને આ કેસોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાંઆવી હતી. રાજ્ય સરકારો આ સમિતિની ભલામણોને રાજ્યપાલની પાસે બંધારણની કલમ 161 હેઠળ વિચાર-વિમર્શ અને મંજૂરી માટે મોકલાઈ હતી. મંજૂરી મેળવ્યા બાદ કેદીઓને 2 ઓક્ટોબર,2018, 10 એપ્રિલ, 2019 અને 2 ઓક્ટોબર, 2019ના રોજ મુક્ત કરવામાં આવ્યા છે. 

ત્રણ તબક્કામાં મંજૂર થઈ હતી માફી

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે કેદીઓને વિશેષ માફી સ્વીકૃત કરવામાં આવી છે. તેમને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. પાછલા બે તબક્કામાંથી 1424 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે 600 જેટલા કેદીઓને માફી આપવામાં આવશે. 

  • પ્રથમ તબક્કામાં કેદીઓને  મહાત્મા ગાંધીની જન્મ જયંતી 2 ઓક્ટોબર, 2018ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા
  • બીજા તબક્કાના કેદીઓને ચંપારણ સત્યાગ્રહ જયંતી 10 એપ્રિલ 2019ના રોજ આઝાદ કરવામાં આવ્યા હતા
  • ત્રીજા તબક્કાના કેદીઓને મહાત્મા ગાંધીની જન્મ જયંતી 2 ઓક્ટોબર,2019ના રોજ સ્વતંત્ર કરવામાં આવશે 

આ પ્રસંગે કેદીઓને મુક્ત કરવા માટની શરતો શું છે?

  • 55 વર્ષ કે તેથી વધુ વયની મહિલા કેદીઓ કે જેમણે તેમની સજાની વાસ્તવિક 50 ટકા સજા ભોગવી લીધી હોય 
  • 55 વર્ષ કે તેથી વધુ વયના કિન્નર કેદીઓ કે જેમણે તેમની સજાની 50 ટકા સજા ભોગવી લીધી હોય.  
  • 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓ કે જેમણે તેમની સજાનો 50 ટકા સમયગાળો પૂરો કર્યો હોય
  • શારીરિક 70 ટકાથી વધુ અક્ષમ કે વિકલાંગતા ધરાવતા કેદીઓ કે જેમણે તેમની વાસ્તવિક સજાનો 50 ટકા સજા ભોગવી લીધી હોય
  • જીવલેણ રોગોથી ગ્રસ્ત ગુનેગારો
  • એવા દોષિત કેદીઓ કે જેમણે તેમની વાસ્તવિક સજાનો બે તૃતીયાંશ સજા ભોગવી લીધી હોય 

કેવા કેદીને ન મળે માફી

મૃત્યુદંડની સજા ભોગવી રહ્યા છે અથવા જેમની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખવામાં આવી છે.
દહેજ મૃત્યુ, બળાત્કાર, માનવ તસ્કરી અને પોટા, યુએપીએ, ટાડા, એફઆઈસીએન, પોસ્કો એક્ટ, નાણાની ગેરકાયદે હેરફેર, ફેમા, એનડીપીએસ, ભ્રષ્ટાચાર અટકાયત કાયદો વગેરે અંતર્ગત રહેલા આરોપીઓને પણ માફી નથી આપવામાં આવતી.

આલેખનઃ ગાયત્રી જોષી, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

Mahatma Gandhi Sabarmati Central Jail કેદી ગાંધી જયંતી મહાત્મા ગાંધી સાબરમતી જેલ Freedom

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ