ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / 26-Year-Old Woman Sex Worker Found Dead At Bhopal Hotel, Police Arrest Suspect

કોલ ગર્લના મર્ડરનું રહસ્ય / થીનર પીને નપુંસકે હોટલમાં કોલ ગર્લ બોલાવી, ઈન્ટીમેટ થવામાં બન્યું ખૌફનાક, રુવાંડા ઊભાં કરતી ઘટના

Published By: Hiralal

Last Updated: 04:52 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નશો કરીને હોટલમાં કોલ ગર્લ બોલાવી પણ નપુંસક નીકળતાં તેને પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખીને મારી આવી એક ભયાનક ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રુવાંડા ઊભી કરી દેતી એક ઘટના સામે આવી છે.  ભોપાલના શાહપુરમાં હોટલમાંથી 26 વર્ષીય કોલ ગર્લની ડેડબોડી મળ્યાંનો ભેદ ખુલી ગયો છે. કોલ ગર્લને કોણે અને કેમ મારી તેને લઈને પોલીસે ખુલાસો કરી દીધો છે. આ ઘટનાનો ખુલાસો કરતાં પોલીસે કહ્યું કે અહીના રિતુલ પાન્ડે નામના યુવાનને તેના પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો અને આથી તે હોટલમાં ઉતર્યો હતો. તે ગાંજા અને માદક દ્રવ્યોનો બંધાણી હતો. હોટલમાં આવ્યાં બાદ રિતુલે કલરમાં ભેળવવામાં આવતાં થીનરનો નશો કર્યો હતો. નશો કર્યા બાદ તેણે હોટલ સ્ટાફ પાસે કોલ ગર્લ બોલાવાની માગ કરી હતી ત્યાર બાદ 26 વર્ષીય એક કોલ ગર્લની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

હોટલમાં રાતે શું બન્યું 
શનિવારે રાતે કોલ ગર્લ અને રિતુલ ઈન્ટીમેટ થવા લાગ્યાં હતા પરંતુ કોલ ગર્લને તરત ખબર પડી કે રિતુલ નપુંસક છે અને તરત ત્યાંથી બહાર નીકળી જવા લાગી પરંતુ નશામાં રહેલા રિતુલે તેને પકડી રાખી અને ગુસ્સામાં તેના પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખી દેતા તેને ભારે રક્તસ્ત્રાવ થયો હતો જેને કારણે તેનું મોત થયું હતું. છોકરીને મૃત જોતાં રિતુલ ભાગી ગયો હતો. 

વધુ વાંચો : રાજ કુંદ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડ્રિંગ કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી

સેક્સ રેકેટ ચલાવતી છોકરી પણ ઝડપાઈ 
પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓમાં કૃણાલનો પણ સમાવેશ થાય છે, જે હોટલનો ભૂતપૂર્વ કર્મચારી હતો. તે હોટલમાં રહેતા લોકો માટે કોલ-ગર્લ્સની વ્યવસ્થા કરતો હતો. ધરપકડ કરાયેલો બીજો વ્યક્તિ બહાદુર છે, જે કોલ ગર્લ્સને હોટલમાંથી તેમના ઘરે મૂકવા જતો હતો. ત્રીજો આરોપી એક મહિલા મહેક યાદવ છે, જે સેક્સ રેકેટ ચલાવતી હતી, અને ગ્રાહકો સાથેના સોદાને આખરી ઓપ આપતી હતી. 

આરોપીના શરીર પર પણ ઈજાના નિશાન 
આરોપી રિતુલ પાંડેના શરીર પર ઘાના નિશાન પણ મળી આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિવાદ બાદ રૂમની અંદર બંને વચ્ચે ઝઘડો થયો હતો. યુવતીએ યુવકના કૃત્યનો વિરોધ પણ કર્યો છે. આ જ કારણ છે કે ધરપકડ કરાયેલ રિતુલ પાંડેના શરીર પર યુવતી દ્વારા ઉઝરડાના નિશાન છે. 

હોટલમાં ગેરકાયદે ધંધો ચાલતો હતો
બાવડિયા કલાણ સ્થિત આ હોટલમાં ગેરકાયદેસર ધંધો ચાલતો હતો. પોલીસ ટીમ હોટલ સ્ટાફની પૂછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની મિલીભગતને કારણે બહારથી યુવતીઓ દરરોજ હોટલમાં આવતી હતી. તેમજ હોટલની અંદર અનૈતિક પ્રવૃતિઓ થતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhopal call girl murder Sex Worker murder call girl murder Sex Worker murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ