બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / ED seizes 97 crore assets of Raj Kundra in money laundering case

કાર્યવાહી / રાજ કુંદ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડ્રિંગ કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી

Priyakant

Last Updated: 12:58 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raj Kundra Latest News : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાએ PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

Raj Kundra News : બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ EDએ મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાએ PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી સંપત્તિમાં જુહુ સ્થિત એક બંગલો પણ સામેલ છે જે શિલ્પા શેટ્ટીના નામે છે. તેમજ પુણેમાં એક બંગલો પણ સામેલ છે. આ સિવાય EDએ રાજ કુન્દ્રાના નામના કેટલાક શેર પણ જપ્ત કર્યા છે.

વાસ્તવમાં તપાસ એજન્સી EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ FIRના આધારે PMLA એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી આશરે રૂ. 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. વર્ષ 2017 જે 10 ટકા વળતર દ્વારા પુનઃપ્રાપ્ત કરવાની ખાતરી આપવામાં આવી હતી અને બિટકોઈન માઈનિંગમાં અંગત હિતો માટે તેનો ઉપયોગ કર્યો. તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી.

EDનો આરોપ છે કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ પાસેથી 285 બિટકોઇન્સ મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું. રાજ કુન્દ્રાને આ કૌભાંડના ગુનાની આવકમાંથી 285 બિટકોઇન્સ મળ્યા જેની કિંમત આજની તારીખે રૂ. 150 કરોડથી વધુ છે. આ કેસમાં EDએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુ વાંચો: ભારતની લોકસભા ચૂંટણીને ધ્યાને લેતા કેનેડાએ જાહેર કરી ટ્રાવેલ એડ્વાઇઝરી, પોતાના નાગરિકોને આપી આ સલાહ

નોંધનિય છે કે, ગયા વર્ષે સિમ્પી ભારદ્વાજની 17 ડિસેમ્બર 2023, નીતિન ગૌર 29 ડિસેમ્બર 2023 અને અખિલ મહાજનની 16 જાન્યુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ હાલ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ પણ ફરાર છે જેમની તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 69 કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલકત જપ્ત કરી લીધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ