બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Politics / Canada has issued a travel advisory in view of the Lok Sabha elections

ચૂંટણી / ભારતની લોકસભા ચૂંટણીને ધ્યાને લેતા કેનેડાએ જાહેર કરી ટ્રાવેલ એડ્વાઇઝરી, પોતાના નાગરિકોને આપી આ સલાહ

Priyakant

Last Updated: 12:48 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: કેનેડાનું કહેવું છે કે, ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે, કેનેડાએ પણ ભારતમાં 'અઘોષિત કર્ફ્યુ'નો ભય વ્યક્ત કર્યો

Lok Sabha Election 2024 : ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, કેનેડાનું કહેવું છે કે, ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે. કેનેડાએ પણ ભારતમાં 'અઘોષિત કર્ફ્યુ'નો ભય વ્યક્ત કર્યો છે. ખાસ વાત એ છે કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની આશંકા ઉભી થવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે.

કેનેડા દ્વારા બુધવારે જાહેર કરાયેલ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રહીને મહત્તમ સાવધાની રાખવી જોઈએ. આ સિવાય સંસદીય ચૂંટણીને લઈને એડવાઈઝરીમાં એક ભાગ પણ સામેલ કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન 2024 સુધી થવાની છે. ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન અને પછી પ્રદર્શન થઈ શકે છે.

કેનેડાએ તેના નાગરિકોને આપી ચેતવણી 
કેનેડાએ તેના નાગરિકોને ચેતવણી આપી છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે અને જાહેર પરિવહનને પણ અસર થઈ શકે છે. કેનેડાનું કહેવું છે કે, આ સમયગાળા દરમિયાન સૂચના વિના પણ કર્ફ્યુ લાદી શકાય છે. તેમણે મુસાફરોને એવી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે જ્યાં લોકો મોટા પાયે એકત્ર થઈ રહ્યાં હોય અથવા પ્રદર્શન થઈ રહ્યાં હોય.

વધુ વાંચો : હવે અમેરિકા, કેનેડા અને યુરોપ જવું પડી શકે છે મોંઘુ, જાણો શું છે મૂળ કારણ

આ સિવાય કેનેડા દ્વારા જાહેર  કરાયેલ એડવાઈઝરીમાં ઘણી જૂની વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરી હતી. તે દરમિયાન કેનેડાએ કહ્યું હતું કે, કેનેડા અને ભારત વચ્ચેના વિકાસના સંદર્ભમાં પરંપરાગત મીડિયા અને સોશિયલ મીડિયામાં કેનેડા વિરુદ્ધ નકારાત્મક લાગણીઓ અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યાં કેનેડિયન વિરોધી પ્રદર્શન થઈ શકે છે, જેમાં કેનેડિયનોએ ઉત્પીડનનો ભોગ બનવું પડી શકે છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં તમારે અજાણ્યા લોકો સાથે લો પ્રોફાઇલ જાળવવું જોઈએ અને તમારી વ્યક્તિગત માહિતી શેર કરવી જોઈએ નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત ભીડવાળી જગ્યાઓ ટાળવી જોઈએ. તમારે હંમેશા કોઈની સાથે મુસાફરી કરવી જોઈએ અને તમારા મિત્રો અથવા પરિવારને સફર વિશે જણાવવું જોઈએ. એડવાઈઝરીમાં બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ