ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 23 year old man millionaire says too busy getting rich stay away

ફાયદાની વાત / 23 વર્ષની ઉંમરે યુવાન બન્યો કરોડપતિ, મિત્રોથી સતત દૂર રહેતો, ફટાફટ નોટ કરી લો, જીવનમાં કામ લાગશે આ 3 ટિપ્સ

Published By: Bijal Vyas

Last Updated: 12:48 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, અઠવાડિયાના સાતેય દિવસ કામ કરતા લ્યુક લિન્ટ્ઝે કહ્યું, 'લોકોના ઘણા મિત્રો હોય છે. મને આ ઉંમરે કોઈ મિત્ર ન હોવાની ચિંતા નથી.

ADVERTISEMENT

  • સંબંધીઓએ પણ આ ત્રણેય ભાઈઓથી અંતર રાખ્યું છે
  • લિન્ટ્ઝ તેના બે ભાઈઓ, જોર્ડન અને જેક્સનની નજીક રહે છે

તમને જાણીને નવાઇ છોકરો માત્ર 23 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો છે. તેણે પોતાની સફળતા પાછળ ત્રણ કારણો આપ્યા છે. આમાં પ્રથમ વસ્તુ મિત્રોથી અંતર રાખવાની છે. બીજું વિચાર્યા વગર પરિવારથી દૂર રહેવું અને ત્રીજી બાબત એ છે કે વિશ્વભરમાં પ્રવાસ કરવો. PR કંપની HighKey એજન્સી ચલાવતા લ્યુક લિન્ટ્ઝ કહે છે, 'હું હાઈસ્કૂલ અને ગ્રેજ્યુએશન પછી ખૂબ જ લોકપ્રિય હતો, પરંતુ મને મિત્રોના જન્મદિવસ, પ્રમોશન અને લગ્નની ઉજવણી માટે બોલાવવામાં આવ્યો, તેનાથી મારું ધ્યાન ભટકાઈ ગયું.'

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, અઠવાડિયાના સાતેય દિવસ કામ કરતા લ્યુક લિન્ટ્ઝે કહ્યું, 'લોકોના ઘણા મિત્રો હોય છે. મને આ ઉંમરે કોઈ મિત્ર ન હોવાની ચિંતા નથી. જો કે, લિન્ટ્ઝ તેના બે ભાઈઓ, જોર્ડન અને જેક્સનની નજીક રહે છે. તેઓ તેમની સાથે તેમની કંપની ચલાવે છે અને તેમના ખાલી સમયનો ઉપયોગ વાતચીત માટે કરે છે. તે કહે છે, 'કામ કર્યા પછી, મારા દિવસમાં જે પણ સમય બચે છે, તે હું મારા ભાઈઓ અને કામ વિશેની અમારી ચર્ચાઓ અને અમે જે દિશામાં જઈ રહ્યા છીએ તેના પર ખર્ચ કરું છું.'

સંબંધીઓ રહ્યા દૂર 
સંબંધીઓએ પણ આ ત્રણેય ભાઈઓથી અંતર રાખ્યું છે. લિન્ટ્ઝ કહે છે, 'મોટા ભાગના લોકો પાસે તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જે જરૂરી છે તે નથી હોતું. તેણે પોતાની ઉંમરના લોકોની આળસુ હોવા બદલ ટીકા કરી છે. તે કહે છે કે, તે ખૂબ જ મિલનસાર છે અને લોકો તેના વિશે જાણવા માટે પણ ઉત્સુક છે. પરંતુ તેઓ હજુ પણ તેમના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે બચાવ કરે છે. તેઓ કહે છે કે, કેટલીક મિત્રતા તમને પાછળ ખેંચે છે અને સમય પણ બગાડે છે.

લિન્ટ્ઝ કહે છે કે તેની એક ગર્લફ્રેન્ડ છે, તે તેને પણ સમય આપે છે. જો તમે ઇચ્છો તો તમે મિત્રો પણ બનાવી શકો છો, પરંતુ તેઓ મિત્રતાને જીવનભર ટકી રહેવાનું માનતા નથી. તેઓને તે સમયનો વેડફાયો લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

23 year old man millionaire OMG કરોડપતિ લ્યુક લિન્ટ્ઝ Utility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ